Box Office Collection: બીજા શનિવારે પણ બોક્સ ઓફિસ પર ચાલ્યો Ranbir-Aliaની Brahmastraનો જાદૂ, કરી શાનદાર કમાણી
ણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર' એ રિલીઝના બીજા શનિવારે બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કર્યું છે
Brahmastra Box Office Collection: રણબીર કપૂર અને આલિયા ભટ્ટની 'બ્રહ્માસ્ત્ર' એ રિલીઝના બીજા શનિવારે બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કર્યું છે. શનિવારે ફિલ્મની કમાણીમાં 60 ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, શનિવારે રિલીઝના નવમા દિવસે ફિલ્મે કુલ 15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ નવા આંકડા બાદ ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી લગભગ 191 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
બ્રહ્માસ્ત્રે તેના નવમા દિવસે ભારતમાં તેના તમામ વર્ઝનમાંથી કુલ 15 કરોડની કમાણી કરી છે જે શુક્રવાર કરતાં 60 ટકા વધુ છે. ફિલ્મના હિન્દી વર્ઝને 14 કરોડની કમાણી કરી છે, જ્યારે અન્ય ભાષાઓમાં ડબ થયેલી ફિલ્મે લગભગ 1 કરોડની કમાણી કરી છે. રિલીઝના નવ દિવસ પછી ફિલ્મએ 191.25 કરોડની કમાણી કરી છે અને રવિવારે ફિલ્મની કમાણી 15 ટકા વધવાની ધારણા છે.
'ધ કાશ્મીર ફાઇલ્સ'નો રેકોર્ડ તોડશે
'બ્રહ્માસ્ત્ર' ટૂંક સમયમાં જ અક્ષય કુમાર અને કેટરિના કૈફ સાથેની રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી'ને કલેક્શનની બાબતમાં પાછળ છોડી દેશે. નોંધનીય છે કે સૂર્યવંશીએ બોક્સ ઓફિસ પર 196 કરોડની કમાણી કરી હતી. હવે આશા છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે. આ પછી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના લાઇફટાઇમ કલેક્શન સાથે સ્પર્ધા કરશે. કાશ્મીર ફાઇલ્સનું લાઇફ ટાઇમ કલેક્શન રૂ. 215 કરોડ છે.
હવે જોવાનું એ રહે છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' 250 કરોડની ક્લબમાં પ્રવેશ કરીને રેકોર્ડ તોડી શકશે કે કેમ. જો આવું થાય તો આપણે જોવાની જરૂર છે કે ફિલ્મ 'તાનાજી'ની કેટલી નજીક જઈ શકે છે, જે જાન્યુઆરી 2020 પછી સૌથી વધુ કમાણી કરનાર બૉલિવૂડ ફિલ્મ છે.