રાખી સાવંતે સેમી ન્યૂડ કપડાંમાં શેર કર્યો વીડિયો તો થઇ ગયો કેસ, જાણો શું છે મામલો ને કોણે નોંધાવી ફરિયાદ..........
રાખી સાવંત સામે આ FIR રાંચીમાં નોંધાવવામાં આવી છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર આદિવાસી ડ્રેસમાં પોતાનો એક વીડિયો પણ અપલૉડ કર્યો
Rakhi Sawant - ડ્રામા ક્વિન એક્ટ્રેસ રાખી સાવંત ફરી એકવાર મોટી મુસીબતમાં મુકાઇ છે, અને આ વખતે કાયદેસરના ગૂંચવાડામાં સપડાઇ ગઇ છે. રાખી સાવંતએ તાજેતરમાં જ 'આદિવાસી ડ્રેસ' પહેરીને વિવાદ ઉભો કરી દીધો હતો, જેના વિશે કેટલાય લોકોએ કહ્યું કે, તેને આદિવાસી મહિલાઓની મજાક ઉડાવી છે. હવે રાખી વિરુદ્ધ આદિવાસી ડ્રેસનો કથિત રીતે મજાક ઉડાવવાના આરોપ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
રાખી સાવંત સામે આ FIR રાંચીમાં નોંધાવવામાં આવી છે. રાખીએ ઇન્સ્ટાગ્રામ પર આદિવાસી ડ્રેસમાં પોતાનો એક વીડિયો પણ અપલૉડ કર્યો, જે ગણતરીના મિનીટોમાં વાયરલ થઇ ગયો. વળી હવે વીડિયોને ધ્યાનમાં લેતા ઝારખંડના કેન્દ્રીય સરનાક કમિટીના અધ્યક્ષ અજય તિર્કીએ રાખી સાવંત વિરુદ્ધ આદિવાસી સુમદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધાવ્યો છે.
View this post on Instagram
પોતાની ફરિયાદમાં તિર્કીએ કહ્યું કે, રાખી સાવંતના એક વાયરલ વીડિયોમાં એ કહેતા સાંભળી શકાય છે કે, દોસ્તો, શું તમે મારુ નવુ રૂપ જોઇ શકો છો... આજે આ એક આદિવાસી રૂપ છે...ફરિયાદ અનુસાર રાખી સાવંતએક સેમી ન્યૂડ ડ્રેસ પહેર્યો હતો.
View this post on Instagram
કેન્દ્રીય સરના સમિતિએ ફરિયાદ નોંધાવી છે અને રાખી સાવંત પાસે માફી માંગવાની માંગ કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, સરના સમિતિના અધ્યક્ષ તિર્કીએ કહ્યું કે, જ્યાં સુધી તે આદિવાસી સમુદાય જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે અને જરૂર પડશે તો આંદોલન પણ કરશે.
આ પણ વાંચો..........
CBSEએ અભ્યાસક્રમમાં કર્યો બદલાવ, ઇસ્લામિક સામ્રાજ્ય સહીત અનેક વિષયોને અભ્યાસક્રમમાંથી દૂર કરાયા
PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ
MUMBAI : એક મંચ પર આવશે વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? ઠંડા પાણીથી તમારા આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે