Gadar 2 Box Office Collection Day 2: બોક્સ ઓફિસ પર ગદરે પાડી ટંકશાળ, જાણો કલેકશન
Gadar 2 box office collection Day 2: ફિલ્મે બીજા દિવસે પણ શાનદાર કલેક્શન કર્યું હતું. માત્ર 2 દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 83.10 કરોડનો બિઝનેસ કર્યો છે.
Gadar 2 Box Office Collection Day 2: સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગદર 2' આ શુક્રવારે રિલીઝ થતાંની સાથે જ મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. 22 વર્ષ બાદ રીલિઝ થયેલી આ ફિલ્મ સની દેઓલના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર રૂ. 40.10 કરોડની ધમાકેદાર શરૂઆત કર્યા પછી, સની દેઓલ અભિનીત ગદર 2 બોક્સ ઓફિસ પર પોતાનું સ્થાન જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે અને ફિલ્મે બીજા દિવસે પણ શાનદાર કલેક્શન કર્યું હતું. માત્ર 2 દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 83.10 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે આ ફિલ્મે આ વર્ષે રિલીઝ થયેલી તમામ ફિલ્મોને સ્પર્ધા આપી છે. 2023 માં, ઘણી ફિલ્મો તેમના શરૂઆતના વીકેન્ડમાં આટલા આંકડા હાંસલ કરી શકી નથી.
ગદર 2 એ બીજા દિવસે આટલી કમાણી કરી
માત્ર બે દિવસમાં 83.10 કરોડનો બિઝનેસ કરનાર ગદર 2 એ બીજા દિવસે પણ જોરદાર કમાણી કરી છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મનું બીજા દિવસે 43 કરોડનું કલેક્શન થયું છે. જે પહેલા દિવસ કરતા વધુ છે. હજુ રવિવાર બાકી છે. જોવાનું એ રહેશે કે આ વીકેન્ડમાં આ ફિલ્મ કેટલો આંકડો પાર કરે છે.
બોલિવૂડ હંગામા અનુસાર, આ ફિલ્મ માત્ર 5 દિવસમાં 175 કરોડનો આંકડો પાર કરી શકે છે અને ટૂંક સમયમાં 300 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. રિપોર્ટ અનુસાર, ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં 123 કરોડનું કલેક્શન કરી શકે છે.
View this post on Instagram
સની દેઓલના કરિયરની સૌથી મોટી ફિલ્મ
સની દેઓલ 1980 થી ફિલ્મ ઉદ્યોગનો એક ભાગ છે, ગદર 2 ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા પછી પણ તેની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. જે મજબૂત કમાણી સાથે સતત આગળ વધી રહ્યું છે.