Hera Pheri 3: 'હેરા ફેરી 3' માં અક્ષય કુમાર જ નિભાવશે રાજૂની ભૂમિકા, ફિલ્મના શૂટિંગને લઈ સામે આવ્યું મોટુ અપડેટ
બોલીવૂડની ખૂબ જ જાણીતી ફિલ્મ હેરા ફેરીને લઈ એક મોટુ અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મની સિક્વલ હેરાફેરી 3ની ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ સાથે જોડાયેલું એક અપડેટ સામે આવ્યું છે.
Hera Pheri 3: બોલીવૂડની ખૂબ જ જાણીતી ફિલ્મ હેરા ફેરીને લઈ એક મોટુ અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મની સિક્વલ હેરાફેરી 3ની ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ સાથે જોડાયેલું એક અપડેટ સામે આવ્યું છે. ભુલ ભુલૈયા 2 બાદ સાંભળવામાં આવ્યું હતું કે હેરા ફેરી 3માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે. પરંતુ આ સમાચાર પર પૂર્ણવિરામ લાગી ગયું છે. કારણ કે ફિલ્મની સિક્વલમાં તમને બાબૂ ભૈયા અને ધનશ્યામની શાથે રાજૂની ભૂમિકામાં અક્ષય કુમાર જ જોવા મળશે.
હેરા ફેરી 3નું નિર્દેશન ફરહાદ સામજી કરવાના છે. જ્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે. થોડા સમય પહેલા અક્ષય કુમારે એમ કહીને ફિલ્મથી દૂર થયો હતો કે તેને સ્ક્રિપ્ટ પસંદ નહોતી. એવામાં ફિલ્મમાં અક્ષય કુમારની વાપસીએ ન માત્ર ચાહકો પરંતુ બોલીવૂડને પણ હેરાન કરી દિધુ છે.
અભિનેતા કાર્તિક આર્યન હેરા ફેરી 3મા નહી હોય
અભિનેતા કાર્તિક આર્યન આ ફિલ્મ નથી કરી રહ્યો પરંતુ તેને આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે તે અક્ષયના હિસ્સાને ફરી રીક્રિએટ કરશે. પછી સુનિલ શેટ્ટીએ તેના પર વાત કરતા જણાવ્યું કે કાસ્ટિંગમાં શાયદ કંઈક હેરા ફેરી થઈ હતી, પરંતુ તેને ખબર નહોતી કે આ બધુ કઈ રીતે થયું. મને લાગે છે કે અક્ષયને પરત લાવનારા ફિરોજ અને સુનીલ જ હશે.
17 વર્ષ બાદ બની રહ્યો છે ત્રીજો ભાગ
એક સપ્તાહ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે ફિલ્મ માટે અક્ષય કુમાર, સુનીલ અને પરેશ રાવલે મુંબઈના એમ્પાયર સ્ટૂડિયોઝમાં મીટિંગ કરી હતી. બાદમાં હવે ફિલ્મનું શૂટિંગ શરુ થયું છે.ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ 2000, બીજો ભાગ 20006માં આવ્યો હતો. હવે 17 વર્ષ બાદ ફિલ્મનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. ખૂબ જ કોમેડિ ફિલ્મ હેરાફેરીનો પ્રથમ ભાગ વર્ષ 2000ની સાલમાં આવ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ જોવા મળ્યા હતા. આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ કોમેડિ ફિલ્મને લોકો આજે પણ પસંદ કરે છે.