સોનાક્ષી સિંહાને I LOVE U કહી પ્રેમનો એકરાર કરનારો ઝહીર કોણ છે ? બંને વચ્ચે કેટલા સમયથી ચાલે છે અફેર ?
ઝહીર અને સોનાક્ષી સિન્હા છેલ્લા કેટલાય સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, બન્ને વચ્ચે અનેક વખતે રિેલશનશીપને લઇને ચર્ચા પણ ઉઠી હતી,
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પોતાની પર્સનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સોનાક્ષી નોટબુક એક્ટર ઝહીર ઇકબાલને ડેટ કરી રહી છે. જોકે, આના પર ક્યારેય સોનાક્ષી કે ઝહીરે ખુલીને વાત કે ખુલાસો ન હતો કર્યો. પરંતુ હવે બન્નેનુ રિલેશનશીપ જાહેર થઇ ગયુ છે. હવે ઝહીર ખાને સોનાક્ષી સાથેનુ પોતાનુ રિલેશન કન્ફોર્મ કરી દીધુ છે.
ઝહીરે કરી સોનાક્ષી માટે ખાસ પૉસ્ટ -
ખરેખરમાં, 2 જૂને સોનાક્ષી સિન્હાનો બર્થડે હતો, આ પ્રસંગે ઝહીરે સોનાક્ષી માટે સ્પેશયલ બર્થડે પૉસ્ટ કરી હતી. એક્ટરે પૉસ્ટ દ્વારા પોતાના રિલેશનને કન્ફોર્મ કરી દીધુ, તેને સોનાક્ષીને એક વીડિયોમાં I LOVE U કહીને પ્રેમનો એકરાર કરી દીધો અને બાદમાં બન્ને વચ્ચેનુ રિલેશન ઓફિશિયલ પણ થઇ ગયુ.
View this post on Instagram
કોણ છે ઝહીર ઇકબાલ -
ઝહીર ઇકબાલ એક્ટર છે, જેને વર્ષ 2019 માં ફિલ્મ નોટબુક દ્વારા બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મ સલમાન ખાનના પ્રૉડક્શનમાં બની હતી. સલમાને આ ફિલ્મ દ્વારા ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલને લૉન્ચ કર્યા હતા. ઝહીરના પિતા ઇકબાલ રતનસી, સલમાન ખાનના દોસ્ત છે. ઝહીરના પિતા જ્વેલર છે, પરંતુ ઝહીર સલમાનની મદદથી બૉલીવુડમાં આવ્યો છે.
ઝહીર અને સોનાક્ષી સિન્હા છેલ્લા કેટલાય સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, બન્ને વચ્ચે અનેક વખતે રિેલશનશીપને લઇને ચર્ચા પણ ઉઠી હતી, જોકે, બન્નેએ ક્યારેય ઓફિશિયલ નિવેદન આપ્યુ ન હતુ.
View this post on Instagram
આ પહેલા સોનાક્ષીનુ નામ આ વ્યક્તિ સાથે જોડાયુ હતુ-
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પહેલા સોનાક્ષી સિન્હા સોહેલ ખાનની પત્નીના ભાઇ બંટી સચદેવને ડેટ કરી રહી હોવાની વાત પણ સામે આવી હતી. બાદમાં સોનાક્ષીનુ નૉટબુક સ્ટાર એક્ટર ઝાહીર ઇકબાલ સાથે અફેર ચાલુ થયુ હતુ. ઝાહીર અને સોનાક્ષી બન્નેની કેરિયર સલમાન સાથે જ શરૂ થઇ હતી. આ પછી સોનાક્ષીએ બૉલીવુડમાં રાવડી રાઠૌર, સન ઓફ સરદાર, દબંગ 2, હૉલીડે, લૂટેરે સહિતની બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
આ પણ વાંચો.......
Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ
Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય
Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા
Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ