VIDEO: એક્ટ્રેસ સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ વીડિયો કર્યો શેર
બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સોનાલી વર્કઆઉટ કરતી જોવા મળે છે. 'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના વર્કઆઉટને લઈ ચર્ચામાં છે. સોનાલી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે. પોતાની ફિટનેસને લઈને સોનાલી જાણીતી છે.
સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ 'જય મમ્મી દી'માં જોવા મળી હતી.
ડિઝ્ની+ હોટસ્ટાર સાથે પોતાનું OTT ડેબ્યૂ કરશે કાજોલ
કાજોલ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી બધાને આકર્ષિત કર્યા છે. આ જ કારણ છે કે આજે તેની એક અલગ ઓળખ છે. ત્યારે ફિલ્મી પડદા પર હિટ કરિયરની સફર બાદ હવે કાજોલ ઓટીટી ડેબ્યુ કરવા જઈ રહી છે.
વર્ષ 2011માં ફિલ્મ 'તિરભંગા'થી ડિજિટલ ડેબ્યૂ કર્યા બાદ, અભિનેત્રી હવે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર સાથે તેનું ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જે મુજબ તે ટૂંક સમયમાં ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર પોતાનો શો લાવવા જઈ રહી છે.
આ પણ વાંચો...