(Source: ECI/ABP News/ABP Majha)
Kapil Sharma Show: ભારતી સિંહની ફીમાં 70%નો થયો ઘટાડો, જાણો શું કહ્યું કોમેડિયને
Kapil Sharma Show:ભારતી સિંહ દર્શકોનું તેમની પરફેક્ટ કોમિક ટાઇમિંગ અને શાનદાર સેન્સ ઓફ હ્યુમરથી તેનું મનોરંજન કરે છે.
Kapil Sharma Show:ભારતી સિંહ દર્શકોનું તેમની પરફેક્ટ કોમિક ટાઇમિંગ અને શાનદાર સેન્સ ઓફ હ્યુમરથી તેનું મનોરંજન કરે છે.
કોમેડિયન ભારતી સિંહ હાલ ડાન્સ શો ડાન્સ દિવાને-3ને હોસ્ટ કરી રહી છે. ભારતી સિંહ દર્શકોનું તેમની પરફેક્ટ કોમિક ટાઇમિંગ અને શાનદાર સેન્સ ઓફ હ્યુમરથી તેનું મનોરંજન કરે છે.ભારતી બહુ જલ્દી કપિલના શોમાં જોવા મળશે પરંતુ શું આપ જાણો છો કે ભારતીની સેલેરીમાં કટોતી થઇ છે. તેમની સેલેરીમાં 70 ટકાનો ઘટડો થયો છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન વાત કરતા ભારતીસિંહે જણાવ્યું કે, મારી સેલેરી સાથે સહમત થતાં પહેલા મેં શોના નિર્માતા સાથે અનેક વખત વાતચીત કરી હતી. આ સમયે તેમણે કહ્યું હતું કે, મારો પગાર કપાય તેમાં મને કોઇ વાંધો નથી પરંતુ ટેકનિશ્યન અને અન્ય નાના કર્મીનો પગાર ઓછો ન થવો જોઇએ” ભારતીએ કહ્યું કે, આ પે કટ મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હાલ શોને સ્પોન્સર્સ નથી મળતા તો ચેનલ પૈસા ક્યાંથી લાવે?
ભારતીએ કહ્યું કે, “દરેક લોકોએ આત્મનિર્ભર બનવા ઇચ્છે છે અને કોશિશ પણ કરે છે પરંતુ જ્યારે શૌની રેટિંગ્સ સારી થશે તો રિસ્પોન્સ આપોઆપ મળવા લાગશે. જો બધું જ સારૂ થવા લાગશે તો અમારી ફી પણ ફરી વધી જશે. અમે બધા જ સાથે જ કામ કરીએ છીએ મને નથી લાગતું કે પે કટને લઇને કોઇને કઇ તકલીફ હોય, કોમેડિયન ભારતી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તેમના ફેન્સ સાથે જોડાયેલ રહેવાનો તે એક પણ મોકો નથી છોડતી.
ભારતીએ કયું દર્દ શેર કર્યું હતું
ફેમસ કોમેડિયન ભારતી સિંહ જ્યારે સ્ક્રિન પર આવે છે તો લોકોના ચહેરા પર મુસ્કાન છોડી જાય છે. જો કે મનીષ પોલના પોટકાસ્ટ શોમાં ભારતીએ તેમના દિલના કેટલાક રાજ શેર કર્યાં હતા.
ફેમસ કોમેડિયન ભારતી સિંહ જ્યારે સ્ક્રિન પર આવે છે તો લોકોના ચહેરા પર મુસ્કાન છોડી જાય છે. જો કે મનીષ પોલના પોટકાસ્ટ શોમાં ભારતીએ તેમના દિલના કેટલાક રાજ શેર કર્યાં હતા. જો કે આ હસતાં ચહેરા પાછળ દર્દનો સમુદ્ર છે.જેને તેમણે બાળપણથી સહન કર્યો છે. તે પિતાની તસવીર તેમના ઘરમાં નથી રાખતી. આવી તો અનેક વાતો છે. જે તેના દિલના એક ખૂણામાં ધરબાયેલી પડી છે. જો કે મનીષ પોલના પોટકાસ્ટ શોમાં ભારતીએ તેમના દિલના કેટલાક રાજ શેર કર્યાં હતા