શોધખોળ કરો
Advertisement
'.......પછી કોઇ નથી ઉઠાવતુ મારો ફોન', મોત બાદ વાયરલ થઇ રહ્યો છે સુશાંત સિંહનો આ Video
સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં રવિવારે મૃત હાલતમાં મળ્યો. પોલીસનુ કહેવુ છે કે તેની આત્મહત્યા બાદ તેની બાજુમાંથી કોઇ સુસાઇડ નૉટ નથી મળી
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતની અચાનક મોત બાદ તેના મિત્રો અને પરિવારજનો સાથે સાથે ફેન પણ ગમમા ડુબી ગયા છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે તે ડિપ્રેશનમાં હતો, અભિનેતાના અંતિમ સંસ્કાર બાદ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને લોકો ખુબ જોઇ રહ્યાં છે. વીડિયોમાં તે કહી રહ્યો છે તેના માત્ર બે જ મિત્રો છે, વીડિયો ક્લિપમાં કહી રહ્યો છે, સચ, મેરે સિર્ફ દો હી દોસ્ત હૈ.....
સુશાંત સિંહ રાજપૂત કહે છે કે લોકો તેની સાથે વાત કરવાનુ પસંદ નથી કરતા, અને ગમવાનુ દેખાડો કર્યા બાદ તેને ઇગ્નૉર કરે છે. તેને કહ્યું- હુ માત્ર મિત્રો જ નથી બનાવી શકતો, પણ કોઇને પણ મારી વાતચીત સારી નથી લાગતી. એટલા માટે પહેલીવાર તેઓ મને પસંદ કરવાનો દેખાડો કરશે, અને પછી તે કોઇપણ રીતે મારો કૉલ નહીં ઉઠાવે.
સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં રવિવારે મૃત હાલતમાં મળ્યો. પોલીસનુ કહેવુ છે કે તેની આત્મહત્યા બાદ તેની બાજુમાંથી કોઇ સુસાઇડ નૉટ નથી મળી.
સુશાંતનો અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરાયો, અહીં તેના પરિવારની સાથે દોસ્તો અને ફેન્સ ઉપસ્થિત રહ્યાં હતા. અંતિમ સંસ્કારમાં શ્રદ્ધા કપૂર, વરુણ ધવન, રાજકુમાર રાવ, વિવેક ઓબેરોય, મુકેશ છાબડા અને અભિષેક કપૂર સહિતના ફિલ્મ સ્ટારો સામેલ થયા હતા.
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં ફરી એકવાર નેપૉટિઝમની ચર્ચા શરૂ થઇ ગઇ. બૉલીવુડની કેટલાય મોટા ફિલ્મમેકર્સ અને કલાકારો પર એક્ટ્રેસ કંગના રનૌત, વિવેક ઓબેરોય, સૈફ અલી ખાન અને રવિના ટંડને નિશાન સાધ્યુ હતુ..
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement