શોધખોળ કરો
Advertisement
Lockdownમાં વિરાટ-અનુષ્કાને લાગ્યો લુડોનો ચસ્કો, જાણો કોણે મારી બાજી
અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં આ સ્ટાર કપલ લોકડાઉનમાં લૂડોની મજા લેતું જોવા મળી રહ્યું છે.
નવી દિલ્હીઃ હાલ લોકડાઉનના કારણે તમામ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે લુડો રમતો જોવા મળ્યો હતો.
અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં આ સ્ટાર કપલ લોકડાઉનમાં લૂડોની મજા લેતું જોવા મળી રહ્યું છે. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લૂડો ગેમની તસવીર પોસ્ટ કરી છે.
જેમાં લખ્યું કે, હું હારી નથી રહી, હું ઘરમાં જ છું અને સામાજિક અંતરનો અભ્યાસ કરી રહી છું.
થોડા દિવસો પહેલા અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં અનુષ્કા અને વિરાટ બંને નજરે પડ્યા હતા. અનુષ્કા વીડિયોમાં બરાડા પાડીને કહે છે, એ કોહલી.....કોહલી ચોગ્ગો મારને.. શું કરી રહ્યો છે... એ કોહલી ચોગ્ગો માર.... અનુષ્કા આટલું બોલ્યા બાદ વીડિયોમાં વિરાટ નજરે પડે છે અને તેના હાવભાવ વિચિત્ર હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement