(Source: ECI/ABP News/ABP Majha)
'ધ ફેમિલી મેન સીઝન- 3' ને લઈ સામે આવ્યું મોટુ અપડેટ, શું બદલાઈ જશે પૂરી સ્ટાર કાસ્ટ ?
બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીની સુપરહિટ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. આ સીરીઝની બંને સીઝન ઘણી સફળ રહી છે.
The Family Man Season 3: બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીની સુપરહિટ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. આ સીરીઝની બંને સીઝન ઘણી સફળ રહી છે. 'શ્રીકાંત તિવારી'ના પાત્રમાં મનોજ બાજપેયીને ઘણો પસંદ કરવામાં આવ્યો છે. હવે એવા સમાચાર છે કે 'ધ ફેમિલી મેન સીઝન 3' પણ જલ્દી આવશે.
આવતા વર્ષે 2023માં શૂટિંગ શરૂ થશે
એમેઝોન પ્રાઇમ વિડિયોની મૂળ વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન'ની ત્રીજી સીઝન આવતા વર્ષે 2023માં આવી શકે છે. લીડ સ્ટાર મનોજ બાજપેયીએ પોતે આ અંગે કન્ફર્મેશન આપ્યું છે. સિઝન 3 વિશે માહિતી આપતાં મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, “હાલમાં ધ ફેમિલી મેનના ડિરેક્ટર રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. એટલા માટે તેઓ આવતા વર્ષે 2023ની શરૂઆતમાં ફેમિલી મેનની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કરશે. એમેઝોન પ્રાઇમ વિડિયો તેને શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવા માંગે છે.
આ સિવાય સીઝન 3માં કેટલાક નવા કલાકારોની એન્ટ્રી અંગે પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈપણ અભિનેતાના નામની પુષ્ટિ કરવામાં આવી નથી. મનોજ બાજપેયી ઉપરાંત અભિનેતા શારીબ હાશ્મી અને પ્રિયમણિ પણ સિઝન 3માં જોવા મળશે.
શું છે 'ધ ફેમિલી મેન'ની વાર્તા?
વાસ્તવમાં, આ વેબ સિરીઝ એક શાર્પ, એક્શન-ડ્રામા છે, જે NIAના સ્પેશિયલ ટાસ્ક સેલ માટે કામ કરતા મધ્યમ વર્ગના અધિકારી શ્રીકાંત તિવારીની વાર્તા પર આધારિત છે. જાસૂસ થ્રિલર સીરિઝને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. મનોજ બાજપેયી ઉપરાંત, આ શ્રેણીમાં સુચી તરીકે અભિનેત્રી પ્રિયામણી, શ્રીકાંત તિવારીના મિત્ર અને સહકાર્યકર તરીકે શારીબ હાશ્મી, પુત્રી ધૃતિ તરીકે આશ્લેષા ઠાકુર અને પુત્ર અથર્વ તરીકે વેદાંત સિંહા છે. આ સિરીઝની બીજી સિઝન પણ કિસિંગ સીનને લઈને ઘણા વિવાદોમાં રહી હતી.
કમાણી મામલે પોન્નિયિન સેલ્વન 1નો દબદબો કાયમ, વિક્રમને પછાડી બનાવ્યો આ રેકોર્ડ
સાઉથ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન 1' એ કમાણીના મામલે ધૂમ મચાવી છે. રિલીઝના લગભગ બે મહિના પછી પણ 'પોન્નિયિન સેલ્વન 1' એ તેના કલેક્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. વિશ્વભરમાં લગભગ 500 કરોડનું કલેક્શન કરનાર 'પોન્નિયિન સેલવાન 1' એ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે PS-1એ વર્લ્ડવાઈડ કલેક્શનના મામલે સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'ને પણ માત આપી છે.
'પોન્નિયિન સેલવાન 1' એ આ રેકોર્ડ બનાવ્યો હતો
સપ્ટેમ્બરના અંતમાં તમિલ ફિલ્મ 'પોન્નિયિન સેલવાન 1' રીલિઝ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ ફિલ્મે પોતાની છાપ છોડી છે. વિશ્વવ્યાપી કમાણીના સંદર્ભમાં 500 કરોડના આંકડાને સ્પર્શવાની સીમા પર ઊભેલી પોન્નિયિન સેલવાન 1' તમિલનાડુ રાજ્યમાં સૌથી વધુ કલેક્શન ધરાવતી એકમાત્ર ફિલ્મ બની છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી મણિરત્નમની ફિલ્મે એકલા તમિલનાડુમાં સૌથી વધુ 221 કરોડનો બિઝનેસ કર્યો છે.