શોધખોળ કરો
Advertisement
હવે ફિલ્મોમાં ‘PM મોદીને’ ટક્કર આપશે 'માયાવતી', આ એક્ટ્રેસ નિભાવશે રોલ?
મુંબઈઃ બોલિવૂડમાં રાજનેતાઓની રિયલ લાઈફ પર બની રહેલ ફિલ્મોના ક્રમમાં વધુ એક નામ સામેલ થઈ ગયું છે. ડો. મનમોહન સિંહ, બાલ ઠાકરે, એનટી રામારાવ, નેરન્દ્ર મોદી અને જયલલિતા બા દેશમાં દલિત રાજનીતિને તાકાતવર બનાવવાનારી માયાવતીના જીવને ફિલ્મકારોને આકર્ષિત કર્યા છે.
રિપોર્ટ મુજબ આ ફિલ્મને સુભાષ કપૂર ડાયરેક્ટ કરી શકે છે. જ્યારે માયાવતીની બાયોપિક માટે બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનને કાસ્ટ કરવામાં આવી શકે છે. જોકે આ વિશે જ્યારે સુભાષ કપૂરને પૂછવામાં આવ્યું તો તેમને પોતાની ભૂમિકાના સમાચારોને ફગાવ્યા છે.
રિપોર્ટ મુજબ વિદ્યા બાલન હાલ એક વેબ સિરીઝમાં કામ કરી રહી છે જેમાં તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ ભજવી રહી છે. ઉલ્લેખનીય છે કે માયાવતી છેલ્લા અઢી દાયકાથી ભારતીય રાજનીતિમાં એક મોટી તાકત તરીકે નજરે આવ્યા છે. તેમને અલગ-અલગ ટર્મમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. રાજનીતિના સફર દરમિયાન તેમના પણ કેટલાક વિવાદ અને આરોપ પણ લાગ્યા છે. જોકે હવે આ જોવા જેવું છે કે ભવિષ્યમાં જો માયાવતીની બાયોપિક બનશે તો તેમાં તેમના જીવનની કઈ-કઈ ઘટનાઓને દર્શાવવામાં આવશે.
માયાવતીની બાયોપિકની વાત દર્શકોમાં પણ ઘણું એક્સાઇટમેન્ટ લઈને આવી છે. કારણ કે આ પહેલા ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને હવે પીએમ નરેન્દ્ર મોદીને લઈને પણ ફેન્સમાં ક્રેઝ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના મેકર્સે દાવો કર્યો છે કે તેઓ પબ્લિક ડિમાન્ડ પર પોતાની ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ કરી રહ્યા છે. પહેલા આ ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement