શોધખોળ કરો
Advertisement
પરિણીતિ ચોપરાએ પોતાની અપકમિંગ ફિલ્મના પોસ્ટર્સ કર્યા શેર, આ અંદાજમાં મળી જોવા
બૉલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા જલ્દીજ હૉલિવૂડની ફિલ્મ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ના રીમેકમાં પણ નજર આવનારી છે. તેણે પોતાની આ અપકમિંગ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ શેર કર્યા છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે પગ જમાવી રહી છે. હાલમાં સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય પરિણીતિ હૉલિવૂડની ફિલ્મ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ના રીમેકમાં પણ નજર આવશે. તેણે થોડા સમય પહેલા જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લંડની પરત ફરી છે. આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ તેણે શેર કર્યાં છું. જેમાં તે પોતાની ભૂમિકમાં નજર આવી રહી છે.
પરિણીતીએ શેર કરેલી તસ્વીરોમાં તે હાથમાં પિસ્તોલ સાથે જખમી નજર આવી રહી છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે તે ફિલ્મમાં ફાયટિંગ સિન્સ કરતી નજર આવશે.
પોસ્ટરની સાથે પરિણીતિએ ફિલ્મની રિલિઝ ડેટની જાણકારી પણ આપી છે. તેણે લખ્યું કે, “મારા જીવનની અત્યાર સુધીની સૌથી વધુ થ્રિંલિંગ રાઈડ, ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’નું હિંદી વર્ઝન 8 મે, 2020ના રોજ રિલીઝ થશે.” (તસવીર સૌજન્ય-ઇન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement