![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aishwarya Rajinikanth : ધનુષ સાથે છૂટાછેડા બાદ બોલિવૂડ તરફ વળી રહી છે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા
રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચારે તેના ચાહકોને નિરાશ કરી દીધા હતા. હવે ફરી એકવાર રજનીકાંતની પુત્રી ચર્ચામાં છે.
![Aishwarya Rajinikanth : ધનુષ સાથે છૂટાછેડા બાદ બોલિવૂડ તરફ વળી રહી છે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા Rajinikanth's daughter Aishwarya is turning to Bollywood after divorcing Dhanush Aishwarya Rajinikanth : ધનુષ સાથે છૂટાછેડા બાદ બોલિવૂડ તરફ વળી રહી છે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/21/3ee7b9c69859149e9e8723bb40959073_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bollywood News : ભૂતકાળમાં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચારે તેના ચાહકોને નિરાશ કર્યા હતા. હવે ફરી એકવાર રજનીકાંતની લાડકી ચર્ચામાં છે. જોકે આ વખતે કારણ તેના ચાહકોને ખુશ કરશે.
બધા જાણે છે કે, ઐશ્વર્યા રજનીકાંતે દિગ્દર્શક અને ગાયક તરીકે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ બનાવી છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની તાકાત બતાવ્યા બાદ હવે તે હિન્દી ફિલ્મોમાં કંઈક નવું કરતી જોવા મળશે. અહેવાલો અનુસાર, ધનુષની પૂર્વ પત્ની ઐશ્વર્યા રજનીકાંત ‘ઓ સાથી ચલ’ નામની હિન્દી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહી છે. આ એક સત્ય ઘટના પર આધારિત લવ સ્ટોરી હશે.
તે ફિલ્મ મીનુ અરોરા દ્વારા બનાવવામાં આવી રહી છે, જેણે ઐશ્વર્યાના ડેબ્યુ વિશે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. તેણે આનાથી વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ઐશ્વર્યા પહેલા તેના પિતા રજનીકાંત અને પૂર્વ પતિ ધનુષે પણ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે ઐશ્વર્યા પણ બોલિવૂડ તરફ વળી રહી છે. લોકો રજનીકાંત અને ધનુષની જેમ ઐશ્વર્યાને પ્રેમ આપશે કે નહીં તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં ઐશ્વર્યા પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં હતી. ઐશ્વર્યા અને ધનુષે લગ્નના 18 વર્ષ બાદ છૂટાછેડા લીધા હતા. તેમણે એક નિવેદન જાહેર કરીને આ જાહેરાત કરી હતી. બંનેમાંથી કોઈએ પણ તેમના અલગ થવાનું કારણ હજુ સુધી જાહેર કર્યું નથી. જોકે બંને પોતાના બાળકોનો ઉછેર સાથે કરી રહ્યા છે.
કાળિયાર કેસમાં સલમાન ખાનને મળી મોટી રાહત
બોલિવૂડના દબંગ ખાન માટે કાળિયાર હરણ કેસમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી ટ્રાન્સપર અરજીનો સ્વિકાર કરી લીધો છે. તેનાથી હવે દરેક કેસની સુનાવણી એક સાથે કરવામાં આવશે. હાઈકોર્ટમાં આ નિર્ણય બાદ હવે સલમાન ખાનને વાંરવાક કોર્ટમાં હાજરી નહીં આપવી પડે.
સોમવારે હાઈકોર્ટમાં સલમાન ખાનના વકીલે તેમનો પુરો પક્ષ રાખ્યો હતો. ત્યાર બાદ હાઈકોર્ટે તેમનો નિર્ણય સંભળાવ્યો હતો. આ સુનાવણી દરમિયાન સલમાન ખાનની બહેન અલવીરા હાજર રહી હતી. હકિકતમાં આ સમગ્ર કેસ કાળા હરણના ગેરકાયદે શિકાર સાથે જોડાયેલો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)