શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે YouTube ચેનલ લોન્ચ કરી, કમાણી થશે તે PM-CARES ફંડમાં દાન કરશે
કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ આર્થિક મદદ કરી રહ્યા છે. બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પણ લોકોની મદદ માટે આગળ આવી છે.
મુંબઈ: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ આર્થિક મદદ કરી રહ્યા છે. બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પણ લોકોની મદદ માટે આગળ આવી છે.
બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે જાહેરાત કરી કે તેણે નવી યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા જે કમાણી થશે તે PM-CARES ફંડમાં દાન કરશે.
રકુલે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતા લખ્યું કે, હાલ ઘણો સમય છે તો મેં વિચાર્યું કે મારી યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરું જેમાં ઘણી બધી મજાની વાતો હશે. જે કમાણી થશે તે પીએમ ફંડમાં આપવામાં આવશે. રકુલ આ ચેનલ પર ફૂડ, ફન, બીહાઈન્ડ ધ સીન્સની મસ્તી, ફિટનેસ વગેરેને લગતા વીડિયો શેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
સમાચાર
Advertisement