સગાઉ માટે નિક જોનાસ પોતાના પરિવારની સાથે ગુરુવાર રાત્રે મુંબઈમાં આવી પહોંચ્યા છે. સૂત્રો અનુસાર, બન્ને સ્ટાર આ સેરેમનીને પ્રાઈવેટ રાખવા માગે છે. સગાઈ અથવા પાર્ટીની કોઈપણ તસવીર મીડિયામાં સત્તાવાર રીતે જારી કરવામાં નહીં આવે.
2/4
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસ આજે સગાઈ કરવા જઈ રહ્યા છે. દિવસે સગાઈ બાદ 18 ઓગસ્ટના રોજ સાંજે મુંબઈમાં શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં બોલિવૂડ, ઉદ્યોગ અને રાજનીતિ જગતની અનેક હસ્તિઓ હાજર રહેશે.
3/4
પ્રિયંકા અને નિકસ જોનાસ ઘણાં લાંબ સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બન્ને એક બીજા સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. નિક પ્રિયંકા કરતાં 10 વર્ષ નાનો છે. નિક 25નો છે તો પ્રિયંકાની ઉંમર 36 વર્ષની છે. વિતેલા મહીને પ્રિયંકાના બર્થડે બાદ એવા અહેવાલ આવ્યા હતા કે બન્નેએ સગાઈ કરી લીધી છે અને બન્ને ટૂંકમાં જ લગ્ન કરશે. ત્યાર બાદ પ્રિયંકાના હાથમાં તે કિંમતી ડાયમંડ રિંગ પણ જોવા મળી જે નિકે પહેરાવી હતી.
4/4
મહેમાનોની યાદીને પણ ગુપ્ત રાખવામાં આવી છે. સૂત્રો અનુસાર આ પાર્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાળી, નિર્માતા કરણ જૌહર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અભિનેત્રી દીપિકા પાદુકોણ સામેલ થશે.