મુંબઇઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ સુલતાનને ધમાકેદાર ઓપનિંગ મળ્યું છે. આ ફિલ્મએ કમાણીના તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. ફિલ્મ સમીક્ષક કોમલ નાહટા અને તરણ આદર્શના કહેવા પ્રમાણે, ફિલ્મએ પ્રથમ દિવસે જ 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે, આ આંકડાઓ 43 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે કારણ કે હજુ ફાઇનલ આંકડાઓની રાહ જોવાઇ રહી છે.
2/9
3/9
સુલતાન રીલિઝ થયા અગાઉ જ એક રેકોર્ડ બનાવી લીધો હતો. આ ફિલ્મ રીલિઝ થઇ તેના ત્રણ દિવસ અગાઉથી એડવાન્સ બુકિંગ થઇ ગઇ હતી. એડવાન્સ બુકિંગથી જ આ ફિલ્મએ લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
4/9
સલમાન ખાને પોતાની અગાઉની ફિલ્મોના રેકોર્ડ્સ પણ તોડી નાખ્યા છે. સલમાનની ફિલ્મ એક થા ટાઇગરે પ્રથમ દિવસે 33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બજરંગી ભાઇજાને 27.25 કરોડ અને કિકે 26.52 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ત્રણેય ફિલ્મો ઇદ પર રીલિઝ થઇ હતી.
5/9
6-સલમાનની અત્યાર સુધી બે ફિલ્મો બુધવારે રીલિઝ થઇ હતી. એક તો સુલતાન છે અને બીજી તરફ એક થા ટાઇગરે પ્રથમ દિવસે 33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
6/9
સ્પોર્ટ્સ પર બનનારી ફિલ્મોની વાત કરીએ તો સુલતાન ફિલ્મ આ લિસ્ટમાં સૌ પ્રથમ આવે છે. સ્પોર્ટ્સ પર બનેલી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મએ પ્રથમ દિવસે 9 કરોડ રૂપિયા જ્યારે મેરી કોમે લગભગ 8.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
7/9
પ્રથમ દિવસની કમાણી મામલે આ ફિલ્મએ રીલિઝ સાથે છ રેકોડ્સ તોડ્યા છે.
8/9
ઇદ પર રીલિઝ થનારી ફિલ્મોમાં પ્રથમ દિવસે કમાણી મામલે સુલતાન નંબર વન ફિલ્મ બની ગઇ છે. આ અગાઉ ઇદ પર રીલિઝ થનારી ફિલ્મોમાં નંબર વન શાહરૂખ ખાનની ફિલ્મ ચેન્નઇ એક્સપ્રેસ હતી. આ ફિલ્મએ કુલ 33.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી પરંતુ હવે સુલતાને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
9/9
આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ છે અને આ વર્ષે રીલિઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ ફેનથી લગભગ દોઢ ગણી કમાણી કરી છે. ફેને પ્રથમ દિવસે 19.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.