એક વર્ષના બાળક માટે સોનૂ સૂદ બન્યાં મસીહા, આ કામ કરી ફરી સૌનું જીતી લીધું દિલ
અભિનેતા સોનૂ સૂદ એક વર્ષના બાળક માટે મસીહા બની ગયા છે. તેમણે ફરી એકવાર બાળક અને તેમના પરિવારને મદદદ કરીને સૌનું દિલ જીતી લીધું છે. શું છે સમગ્ર ઘટના જાણીએ
મુંબઇ: કોરોનાના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉન (Lockdown)દરમિયાન લોકોની મદદ કરવા માટે રોડ પર ઉતરેલા સોનૂ સૂદ (Sonu sood) ખરા અર્થમાં હિરો બની ગયા છે. હાલ તેમણે એક વર્ષના બાળકને મદદ કરીને ફરી માનવીય સંવેદનથી સૌનું દિલ જીતી લીધું છે.
ઝાંસીના નંદનપુરામાં રહેનાર એક વર્ષના બાળક અહમદના દિલમાં છેદ છે. આ વાતની જાણકારી મળતાં જ સોનુ સૂદે બાળકના ઇલાજની તમામ જવાબદારી લીધી છે અને તેનો ઇલાજ શરૂ કરાવી રહ્યાં છે. અહમદના માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે બાળકનો ઇલાજ કરાવવા માટે અસમર્થ છે.
બાળક અને પરિજનને મુંબઇ બોલાવ્યાં
ઝાંસીના નંદનપુરાના નસીમ શ્રમિક છે. મજૂરી કરીને તેનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા જ તેમને જાણ થઇ કે, તેમના એક વર્ષના બાળક અહમદને દિલમાં છેદ છે. ડોક્ટરે તેમને ઓપરેશન માટે સલાહ આપી હતી. જો કે નસીમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે બાળકનો ઇલાજ કરાવવા માટે અસમર્થ છે.આ સ્થિતિને જોતા બોલિવૂડ અભિનેતા સોનૂ સૂદે એક વર્ષના બાળક અહમદની સર્જરીનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે અને તેના માટે તેમણે બાળક અને તેના પરિજનને મુંબઇ બોલાવ્યાં છે.
સોનૂ સૂદને કેવી રીતે થઇ બીમારીની જાણ
એક સંસ્થાની સદસ્ય અને શિક્ષિકા સુષ્મિતા ગુપ્તાના પહેલા આ ઘટનાની જાણી થઇ કે પૈસા ન હોવાથી માતા-પિતા બાળકનું ઓપરેશન નથી કરાવી રહ્યાં. ત્યારબાદ આ શિક્ષિકાએ સોશિયલ મીડિયા દ્રારા સોનુ સૂદનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાથી માહિતગાર કર્યાં. સોનૂ સૂદને માહિતી મળતા તેમણે બાળકના ઇલાજની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી છે અને હવે સોનુ સૂદે તેમના માતા-પિતા અને બાળકને મુંબઇ બોલાવ્યાં છે અને તેનો ઇલાજ કરાવી રહ્યાં છે.
મળેલી માહિતી મુજબ 4 એપ્રિલે બાળકનો ઇલાજ મુંબઇમાં શરૂ થઇ જશે. સોનૂ સૂદ બાળકની મદદ માટે આગળ આવતા પરિવારને મોટી રાહત મળી છે. આ પહેલા પણ સોનૂ સૂદે એક વર્ષની બાળકીની હાર્ટ સર્જરી કરાવીને જીવનદાન આપ્યું હતું.