શોધખોળ કરો

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને બિલ્ડિંગના 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા

આ ઘટના મોડી રાત્રે 1 કલાકે ઘટી છે. ફ્લેટમાં દિશા સાલિયાન ઉપરાં તેના મંગેતર રોહન રાય અને તેમના કોમન ફ્રેન્ડ્સ પણ હાજર હતા.

મુંબઈઃ જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને કોમેડિયન ભારતી સિંહની પૂર્વ મેનેજર અને ચૂચાના નામથી જાણીતા અભિનેતા વરૂણ શર્માની પણ પૂર્વ મેનેજર રહેલ દિશા સાલિયાને મુંબઈમાં મલાના માલવણી વિસ્તારમાં એક ઇમારતના 14માં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સોમવારી રાત્રે 1 કલાકની છે. બાદમાં તેને બોરિવલીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. દિશા સાલિયાને માલવણીના જનકલ્યાણ નગરમાં જે ઇમારતના ફ્લેટથી કૂદીને આત્મહત્યા કરી તે તેના મંગેતર રોહન રાયનું ઘર હતું. રોહન પણ એક એક્ટર અને મોડલ છે. મલાડના માલવણી પોલીસનો સંપર્ક કરવા પર એબીપી ન્યૂઝને જાણકારી મળી કે પ્રાથમિક નજરમાં આ આત્મહત્યાનો કેસ છે અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, પોલીસે યુવતીના માતા પિતાનું પણ નિવેદન નોંધ્યું છે, જેમાં તેમણે કોઈપણ પ્રકારની શંકા વ્યક્ત કરી નથી. એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને બિલ્ડિંગના 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા મુંબઈ પોલીસ ઝોન 11ના ડીસીપી મોહન કુમાર દહિકરે એબીપીને જણાવ્યું કે, “આ ઘટના મોડી રાત્રે 1 કલાકે ઘટી છે. ફ્લેટમાં દિશા સાલિયાન ઉપરાં તેના મંગેતર રોહન રાય અને તેમના કોમન ફ્રેન્ડ્સ પણ હાજર હતા. ખાવા પીવા અને દારૂ લીધા બાદ દિશા અચાનક ફ્લેટના બેડરૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી બારીમાંથી કૂદી ગઈ.”પોલીસ અધિકારી દહિકરે આનાથી વધારે જાણકારી આપવાની ના પાડી દીધી અને કહ્યું કે, પોલીસ કેસમાં આગળ તપાસ કરી રહી છે. દિશા સાલિયાન મુંબઈના ઘણા ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ સાથે કામ કરતી હતી. તે સુશાંત સિંહ રાજપૂરનુ કામ સંભાળી રહી હતી અને રિપોર્ટ્સની માનીએ તો આજકાલ રિયા ચક્રવર્તીને રિપોર્ટ કરતી હતી. દિશા સાલિયાન કૉર્નરેસ્ટોન સ્પોર્ટ અને એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ માટે કામ કરતી હતી. આ પહેલા તે કાન, મીડિયા વિન્ટેજ અને ટાઈમ્સ ગ્રુપ સાથે કામ કરી ચૂકી હતી. ઈશ્વર તેના આત્માને શાંતિ આપે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget