ખુશખબરી ! Anupama પર બનશે વેબસીરીઝ, જાણો કેટલા એપિસૉડમાં શેના પર દેખાશે કહાની........
મેકર્સ હવે આ શૉનુ પ્રિક્વલ લાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ એક વેબસીરીઝ (Web Series on Anupama) હશે, એટલે કે 'અનુપમા'ની કહાની ટીવી પર જ્યાંથી શરૂ થઇ હતી,

મુંબઇઃ ટીવીની દુનિયાનો નંબર-1 શૉ 'અનુપમા' (Anupama Prequel) હવે નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. ફેન્સ માટે એક ખુશખબરી છે કે રુપાલી ગાંગુલી (Rupali Ganguly), સુધાંશુ પાન્ડે (Sudhanshu Pandey) અને ગૌરવ ખન્ના (Gaurav Khanna) ની જિંદગદી આજકાલ જ્યાં શૉમાં નવા મૉડમાંથી પસાર થઇ રહી છે, ત્યારે મેકર્સે દર્શકો માટે કંઇક નવુ કરવાનુ વિચાર્ચુ છે.
રિપોર્ટ છે કે, મેકર્સ હવે આ શૉનુ પ્રિક્વલ લાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ એક વેબસીરીઝ (Web Series on Anupama) હશે, એટલે કે 'અનુપમા'ની કહાની ટીવી પર જ્યાંથી શરૂ થઇ હતી, તેના પહેલાની દાસ્તાન. એક બીજી દિલચસ્પ જાણકારી એ છે કે આ પ્રીક્વલ ટીવીના બદલે ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે, કહાની ફ્લેશબેકમાં બતાવવામાં આવશે.
એટલે કે અનુપમા પર હવે વેબસીરીઝ બની રહી છે. હાલ, 45 વર્ષની અનુપમાની આસપાસ ફરતી આ સ્ટોરી એક રસપ્રદ વળાંકમાંથી પસાર થઈ રહી છે. 'અનુપમા'ની પ્રિક્વલ વેબ સિરીઝ હશે, જે OTT પ્લેટફોર્મ Hotstar પર રિલીઝ થશે. હોટસ્ટારે 11 એપિસોડમાં વિશ્વનો નંબર વન શો બતાવવાનું નક્કી કર્યું છે. અનુપમા અને વનરાજના 10 વર્ષ પહેલા થયેલા લગ્નને ફ્લેશબેકમાં બતાવવામાં આવશે.
11 એપિસોડમાં આવશે શો-
અનુપમા અને વનરાજના જીવનની સ્ટોરીને 11 એપિસોડમાં બતાવવામાં આવશે. એટલે કે, શોના તમામ પ્રખ્યાત પાત્રો એટલે કે બા, બાપુજી, તોશુ યુવા અવતારમાં જોવા મળશે. જોકે, મેકર્સ તરફથી આવી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. OTT પ્લેટફોર્મે પ્રિક્વલ માટે 'અનુપમા'ના નિર્માતા રાજન શાહીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો.રાજનને પણ આ આઈડિયા પસંદ આવ્યો છે અને ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરવામાં આવશે. આ સાથે શોના દર્શકોને જૂના દિવસોની યાદોને તાજી કરવાની તક પણ મળશે.
આ પણ વાંચો.......
ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ
કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
