બીજેપીની ત્રણ રથયાત્રાઓ કાઢવાનો કાર્યક્રમ હતો, જેમાં ખુદ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સામેલ થવાના હતા, જોકે હવે અમિત શાહનો આ કાર્યક્રમ રદ્દ થઇ ગયો છે. એક રથયાત્રા 7 ડિસેમ્બરથી કુચવિહારથી શરૂ થવાથી હતી. બીજી રથયાત્રા 9 ડિસેમ્બરથી 24 પરગણાથી અને ત્રીજી રથયાત્રા 14 ડિસેમ્બરથી વીરભૂમિના તારાપીઠથી કાઢવામાં આવવાની હતી.
2/4
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં રથયાત્રાને લઇને ભાજપને આકરો ઝટકો આપ્યો છે. કોલકતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશની બેન્ચે ગુરુવારનો નિર્ણયને પલટાવતા રથયાત્રાની મંજૂરીને રદ્દ કરી દીધી છે. આ પહેલા ગુરુવારે સિંગલ બેન્ચે ભાજપને રથયાત્રાની પરવાનગી આપી હતી. મમતા સરકારે સિંગલ બેન્ચના આ નિર્ણયને પડાકાર્યો હતો. અને મોટી બેન્ચમાં અરજી કરી હતી.
3/4
મમતા બેનર્જીની સરકારે અગાઉથીજ રથયાત્રાની પરવાનગી આપી નહોતી. જેનાથી મામલો કોલકત્તા હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઇકોર્ટે આ રથયાત્રાઓને કાઢવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ બીજેપીએ આના વિરુદ્ધ હાઇકોર્ટની ડબલ બેન્ચમાં અપીલ કરી હતી. ગુરુવારે નિર્ણય ભાજપના પક્ષમાં આવ્યો હતો પરંતુ આજે બાજી પલટી ગઈ. હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે નિર્ણયને પલટાવતા રથયાત્રાની અનુમતિ રદ કરી દીધી છે.
4/4
મુખ્ય ન્યાયાધીશ દેબાશીષ કારગુપ્તા અને ન્યાયમૂર્તિ શમ્પા સરકારની ખંડપીઠે આ મામલો સિંગલ બેન્ચ પાસે પરત મોકલતા કહ્યું કે તેઓ તેના પર વિચાર કરે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગુપ્ત જાણકારીને ધ્યાનમાં રાખે. બે જજોની બેન્ચે આ આદેશ રાજ્ય સરકારની અપીલ પર સુનાવણી બાદ આપ્યો હતો જેમાં મમતા સરકારે સિંગલ બેન્ચના નિર્ણને પડકાર આપ્યો હતો.