Health tips: સૂર્ય નમસ્કાર રોજ 10 મિનિટ કરવાથી થાય છે આ 7 અદભૂત ફાયદા
Suryanamaskar: ઘણા લોકો એવું માને છે કે 'સૂર્ય નમસ્કાર' એ માત્ર એક યોગ કસરત છે જે તમારી પીઠ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલ છે.
Suryanamaskar: ઘણા લોકો એવું માને છે કે 'સૂર્ય નમસ્કાર' એ માત્ર એક યોગ કસરત છે જે તમારી પીઠ અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. પરંતુ આ માન્યતા ભૂલ ભરેલ છે. આપની સમગ્ર શારીરિક સિસ્ટમ માટે આ એક ઉત્તમ વર્કઆઉટ છે. જેને કોઈપણ સાધનસામગ્રીના ઉપયોગની જરૂર નથી અને માત્ર દસ મિનિટમાં થઇ જાય છે.
જ્યારે યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે છે, ત્યારે સૂર્ય નમસ્કાર તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. પરિણામો બતાવવામાં થોડો વધારાનો સમય લાગી શકે છે, પરંતુ તમને ટૂંક સમયમાં તમારી ત્વચા ડિટોક્સિફાય કરતી જોવા મળશે જેવી પહેલા ક્યારેય ન હતી. સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, જેનાથી તમારી સર્જનાત્મકતા, સાહજિક ક્ષમતા, નિર્ણય લેવાની ક્ષમતા, નેતૃત્વ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધે છે
બોલિવૂડ એક્ટ્રેસ શીબાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા સૂર્ય નમસ્કારના ફાયદાઓ સાથે જોડાયેલી માહિતી તેના ફેન્સ સાથે શેર કરી છે. વીડિયો શેર કરતાં શીબાએ કેપ્શનમાં લખ્યું છે કે, “સૂર્યનમસ્કારના અનેક ફાયદા છે. . દરરોજ માત્ર 10 મિનિટ સૂર્યનમસ્કાર કરવા શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે.
સૂર્ય નમસ્કાર, જેને 'ધ અલ્ટીમેટ આસન' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તમારી પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. તે ચયાપચય અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. જેના કારણે તમારી સ્કિન ગલોઇંગ બને છે. સૂર્ય નમસ્કારથી અનિયમિત માસિકની સમસ્યા પણ દૂર થાય છે.
દરરોજ સવારે માત્ર 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરવા માટે સમર્પિત કરવાથી તમારા જીવનના લગભગ દરેક પાસાઓમાં ઘણો બદલાવ આવી શકે છે.સૂર્ય નમસ્કાર તમારા રક્ત પરિભ્રમણને વધારે છે, જે તમારી ત્વચા અને તમારા ચહેરાની ચમક પાછી લાવે છે. તે કરચલીઓ અને વહેલા વૃદ્ધત્વને રોકવામાં પણ મદદ કરે છે. સારા પરિણામ મેળવવા માટે દરરોજ આ આસન માટે 10 મિનિટ ફાળવવી હિતાવહ છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )