શોધખોળ કરો
Advertisement
Summer Hair Care: વાળ પર જોવા મળશે પાર્લર ટ્રીટમેન્ટ જેવી અસર, આ ટિપ્સને અજમાવી જુઓ
DIY Hair Mask: તડકા અને પરસેવાને કારણે તમારા વાળ નબળા કે પાતળા નહીં થાય. અહીં જણાવેલ હેર માસ્ક તમારા વાળની કુદરતી રીતે ગ્લોઇંલ સ્મૂધ બનાવશે.
DIY Hair Mask: તડકા અને પરસેવાને કારણે તમારા વાળ નબળા કે પાતળા નહીં થાય. અહીં જણાવેલ હેર માસ્ક તમારા વાળની કુદરતી રીતે ગ્લોઇંલ સ્મૂધ બનાવશે.
ઉનાળાની ઋતુમાં તમારા વાળની ચમક ઓછી નહીં થાય અને તેનો કુદરતી રંગ પણ જળવાઇ રહેશે. જો તમે તમારા વાળને કુદરતી સંભાળ આપવામાં માનતા હોવ તો આ દેશી હેર માસ્ક તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને ઉનાળામાં, તે તમારા વાળને ગરમીથી રક્ષણ આપવા અને ચમક જાળવવામાં મદદ કરે છે.
હેર માસ્ક બનાવવા માટેની સામગ્રી
- પાકેલું કેળું – નંગ
- મહેંદી પાવડર- 2 ચમચી
- કોફી પાવડર- 1 ચમચી
- દહીં- 1 વાટકી
- સરસવનું તેલ- 1 ચમચી
હેર માસ્ક બનાવવાની વિધિ
- સૌપ્રથમ કેળાની છાલ કાઢીને બારીક કાપીને તેની પેસ્ટ બનાવી લો. જો તમે ઈચ્છો તો તેને દહીં સાથે મિક્સરમાં પીસીને બારીક પેસ્ટ બનાવી શકો છો.
- હવે આ પેસ્ટમાં બાકીની બધી જ વસ્તુઓ મિક્સ કરીને તેને ઢાંકીને રાખી દો.
- એક કલાક બાદ આ હેર માસ્કને આપ આપના વાળ પર લગાવો, 30 મિનિટ રહેવા દો પછી વોશ કરી દો.
- મહિનામાં બે વખત આ પ્રયોગ કરવાથી નેચરલ સાઇન બની રહેશે અને હેરનો ગ્રોથ પણ વધશે.
આ હેર માસ્કથી થતાં ફાયદા
- દહીનું પ્રોટીન મળવાથી વાળને મોશ્ચરાઇઝર મળે અને ગ્રોથ પણ સારો થાય છે.
- મહેંદી વાળને સાઇની બનાવવાની સાથે નેચરલ કલર પણ બની રહે છે.
- સરસવનું તેલ વાળને મોશ્ચર પુરુ પાડીને સ્મૂધ બનાવે છે, તેમાં એન્ટીફંગલ એલિમન્ટ પણ છે. જે દરેક પ્રકારના ઇન્ફેકશનથી પણ બચાવે છે.
Disclaimer:એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી.આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહાર પદ્ધતિને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement