Skin Care Tips: જો આપ પણ કરતા હશો આ ભૂલ તો સાવધાન, સમય પહેલા થઇ જશો વૃદ્ધ
Skin Care:આજકાલ લોકો સમયના અભાવના કારણે ફાસ્ટ ફૂડ તરફ વધુ વળ્યાં છે પરંતુ ફાસ્ટફૂડ સ્વાસ્થ્ય માટે જેટલું હાનિકારક જેટલું તેટલું આપની ત્વચા માટે પણ નુકસાનકારક છે.
Skin Care:આજકાલ લોકો સમયના અભાવના કારણે ફાસ્ટ ફૂડ તરફ વધુ વળ્યાં છે પરંતુ ફાસ્ટફૂડ સ્વાસ્થ્ય માટે જેટલું હાનિકારક જેટલું તેટલું આપની ત્વચા માટે પણ નુકસાનકારક છે.
આજે લોકો પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે તે પોતાના સ્વાસ્થ્ય પર યોગ્ય ધ્યાન નથી આપતાં. આમ તણાવભરી લાઇફસ્ટાઇલ અને અયોગ્ય આહારશૈલીના કારણે લોકો સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે, આપ આપની આદતો બદલીને આપની જીવનશૈલીમાં સુધારો કરો. તે આપને સ્કિનને અકાળ વૃદ્ધ થતી રોકશે.
પૂરતી ઊંઘ ન મળવી
આજની લાઇફ સ્ટાઇલ એવી છે કે, ઓફિસની શિફ્ટિંગના કારણે રાત્રે પુરતી ઊંઘ નથી થતી. લેટ નાઈટ શિફ્ટ અને ઓછી ઊંઘને કારણે શરીર અને ત્વચાને ઘણું નુકસાન થાય છે. જો આપની લાઇફ સ્ટાઇલ આવી હશે તો સમય પહેલા વૃદ્ધત્વના લક્ષણો દેખાવા લાગશે. આવી લાઇફસ્ટાઇલ આંખોની નીચે ડાર્ક સર્કલ જેવી સમસ્યાને આમંત્રણ આપે છે. ત્વચાના સ્વાસ્થ્ય માટે 7થી8 કલાક પુરતી ઊંઘ લેવી જરૂરી છે.
વર્કઆઉટનો અભાવ
આપને જણાવી દઈએ કે, આળસ શરીર અને ત્વચા બંને માટે ખૂબ જ નુકસાનકારક છે. તે આપને સમય પહેલા વૃદ્ધ બનાવે છે. આખો દિવસ કામ વગર બેસો નહીં. દિવસમાં ઓછામાં ઓછો 1 કલાક વર્કઆઉટ કરો. તે શરીર સ્વસ્થ રાખવાની સાથે સ્કિનને પણ યંગ રાખશે.
જંક ફૂડને અવોઇડ કરો
સમયના અભાવના કારણે લોકો ફાસ્ટ ફૂડ લેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે તે શરીર માટે ખૂબ જ હાનિકારક છે. લાંબા સમય સુધી ફેટી, પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડના સેવનથી ત્વચા નિર્જીવ, નિસ્તેજ અને વૃદ્ધ થઈ જાય છે. તેની સાથે જ શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ રહે છે. તે સ્થૂળતાનું પણ કારણ બને છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )