શોધખોળ કરો

Anjeer Benefits: શિયાળામાં અંજીર શરીર માટે ખૂબ જ ફાયદાકારક, આજે જ ડાયેટમાં કરો સામેલ

અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. શિયાળામાં અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. અંજીર શિયાળમાં ખવાતુ સૌથી મનપસંદ ફળ છે.

Anjeer Benefits: અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે. શિયાળામાં અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. અંજીર શિયાળમાં ખવાતુ સૌથી મનપસંદ ફળ છે. વિટામીન બી અને વિટામીન સી પણ હોય છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની બિમારીઓ વધી રહી છે. મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે. દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે. 
 
કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે. અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે.  દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.  ફેફસાંના રોગમાં પાંચ અંજીર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળીને સવાર-સાંજ પીવું જોઇએ. અંજીરના સેવનથી સુકી ખાંસીની સમસ્યા પણ દૂર થઇ જાય છે.  અંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે અંજીર ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે. 

જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, તો તમે દૂધ અને અંજીરનું સેવન પણ કરી શકો છો. આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અંજીરમાં હાજર વિટામિન્સ અને દૂધમાં જોવા મળતા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે.

ઔષધીય ગુણો માટે જાણીતું અંજીર આપણને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જેના કારણે તેને સુપરફૂડ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે તેને દૂધમાં ભેળવીને ખાશો તો તેના ફાયદાઓ વધી જાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં અંજીર ભેળવીને ખાવાથી પણ અદ્ભુત ફાયદો થાય છે. 

એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, અંજીરમાં વિટામિન A, C, E, K, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. શિયાળામાં રાત્રે સૂતા પહેલા દૂધ સાથે અંજીરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન શિયાળા દરમિયાન કરવામાં આવે તો શરીર ફિટ રહે છે. અંજીરમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે. શિયાળા દરમિયાન જો તમારે અંજીરના ફાયદા મેળવવા હોય તો રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ. અંજીરને પલાળીને ખાવાથી તેના લાભ બમણા થઈ જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget