Health:આપ પણ વહેલી સવારે આ ભૂલ કરો છો, તો સાવધાન, નહીં તો શરીર બની જશે રોગોનું ઘર
ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સવારે પૌષ્ટિક નાસ્તો કરે છે તેમનું વજન વધતું નથી. સ્થૂળતા પણ તેમને પરેશાન કરતી નથી. આ સાથે અનેક હઠીલા રોગોનું જોખમ પણ નહિવત રહે છે.
Health:ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જે લોકો સવારે પૌષ્ટિક નાસ્તો કરે છે તેમનું વજન વધતું નથી. સ્થૂળતા પણ તેમને પરેશાન કરતી નથી. આ સાથે અનેક હઠીલા રોગોનું જોખમ પણ નહિવત રહે છે.
પૌષ્ટિક આહાર આપણા શરીરને સ્વસ્થ અને ફિટ રાખે છે. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ આહારના કારણે મોટાભાગના લોકો પોષણના અભાવની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નાસ્તામાં સૌથી મોટી બેદરકારી જોવા મળે છે. જો તમે સવારનો નાસ્તો સ્કિપ કરો છો તો તે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમને હૃદયરોગ, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ડાયટિશિયનના મતે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ છે. તે મેટાબોલિક પ્રક્રિયાઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સવારના નાસ્તામાં બેદરકારી રાખવાથી શું આડઅસર થઈ શકે છે.
નાસ્તો કેટલો મહત્વપૂર્ણ છે
ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, જો સવારનો નાસ્તો પૌષ્ટિક અને ભરપૂર હોય તો સ્વાસ્થ્ય સારું રહે છે. સંશોધકોનું કહેવું છે કે જે લોકો સવારે પૌષ્ટિક નાસ્તો કરે છે તેમને વજનની સમસ્યા નથી થતી અને સ્થૂળતા પણ નથી વધતી. આના કારણે ઘણા જૂના રોગોનો ખતરો રહેતો નથી. નિષ્ણાતોના મતે, જો તમે નાસ્તો છોડો છો, તો પછી અન્ય અનહેલ્ધી વસ્તુઓ ખાવાની સંભાવના વધી જાય છે, જેના કારણે શરીરને વધારાની કેલરી મળવા લાગે છે. આ ટેવો પણ ઇન્સ્યુલિન સ્પાઇક્સ તરફ દોરી શકે છે. તેનાથી ડાયાબિટીસ અને શરીરમાં ફેટ વધી શકે છે.
હૃદય રોગનું જોખમ
જામા જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર જે લોકો સવારનો નાસ્તો નથી કરતા તેમનામાં હાર્ટ એટેકનું જોખમ 27% સુધી વધી જાય છે. તેના કારણે હૃદયની ઘણી બીમારીઓ પણ વધી શકે છે.
ડાયાબિટીસનું જોખમ
હાર્વર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસ અનુસાર, 6 વર્ષ સુધી ચાલેલા એક સંશોધનમાં 46,289 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. જેનું પરિણામ આશ્ચર્યજનક જોવા મળ્યું હતું. જે મહિલાઓએ સવારનો નાસ્તો કર્યો ન હતો તેમને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધુ જોવા મળ્યું હતું. આનું કારણ ઇન્સ્યુલિન સ્પાઇક અને વધારે વજન હતું.
નિષ્ણાતો શું કહે છે
નિષ્ણાતોના મતે નાસ્તો શરીરના એનર્જી લેવલને જાળવી રાખે છે અને તેને એક્ટિવ બનાવવાનું કામ કરે છે. આ ગ્લુકોઝ સપ્લાય કરે છે અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. જો નાસ્તામાં ફળો, સલાડ, દૂધ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )