Health : શું આપને નિયમિત ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે? આ આદતને રૂટીનમાં કરો સામેલ
જો કોઈને એસિડિટીની સમસ્યા હોય તો સમજી લેવું જોઈએ કે પાચનતંત્ર બરાબર કામ નથી કરી રહ્યું.
![Health : શું આપને નિયમિત ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે? આ આદતને રૂટીનમાં કરો સામેલ Do you have regular gas and acidity problems? Include this habit in routine Health : શું આપને નિયમિત ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે? આ આદતને રૂટીનમાં કરો સામેલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/bba2c22e928ee248950088e893362394_0.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Health: આજે ભાગદોડની જિંદગીમાં દરેક પાસે સમયની અછત છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ઈચ્છા છતાં પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં અસમર્થ હોય છે અને તેઓ અનેક બીમારીઓનો ભોગ બને છે. અનિયમિત આહાર પણ તેનું મુખ્ય કારણ છે. હેલ્ધી અને પૌષ્ટિક ખોરાકના અભાવે ક્યારેક એસિડિટી જેવી સમસ્યા સર્જાય છે. જો કોઈને એસિડિટીની સમસ્યા હોય તો સમજી લેવું જોઈએ કે પાચનતંત્ર બરાબર કામ નથી કરી રહ્યું.
વરિયાળી સાથે એસિડિટીની સારવાર કરો
વરિયાળી પાચનતંત્રને ઠીક કરે છે, તેથી દરરોજ જમ્યા પછી વરિયાળીનું સેવન કરવું જોઈએ અને જેમને વારંવાર ગેસની સમસ્યા રહેતી હોય તેમના માટે વરિયાળી ફાયદાકારક છે. અડધો ગ્લાસ ઠંડા દૂધ અને અડધો ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી, એક ચપટી એલચી પાવડર અને એક ચમચી સાકર નાખીને પીવાથી એસિડિટી પણ દૂર થાય છે. વરિયાળી રેસાયુક્ત હોવાથી. ખોરાક ખાધા પછી તેનું સેવન કરવાથી અન્નનળી યોગ્ય રીતે સાફ થાય છે.
આદુ ઘરગથ્થુ ઉપચાર
આદુ પાચન તંત્રને સુધારવા માટે અચૂક દવા છે, તે હાર્ટબર્ન જેવી સમસ્યાઓને દૂર કરે છે. દરરોજ ભોજન કર્યા પછી એક ચમચી આદુ અને લીંબુનો રસ પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે. ગેસના કારણે માથાના દુખાવાની પણ સમસ્યા થાય છે તેનાથી કેવી રીતે છુટકારો મેળવા જાણીએ ઉપાય
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અકસીર ઘરેલુ નુસખો છે. જેના દ્રારા આપ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
આખું જીરૂં ગેસ, એસિડીટિ અને પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. આ જીરાનું કેવી રીતે સેવન કરવાથી આપ ગેસની સમસ્યાથી મુક્તિ મેળવી શકો. જાણીએ.
રાત્રે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો અને ખા પેટે તેનું સેવન કરો. જો રાત્રે જીરૂ પલાળવાનું ભૂલાય જાય તો આપ સવારે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ નાખીને તેને ઉકાળું ત્યારબાદ નવશેકુ થાય બાદ સેવન કરી શકો છો.
આ પ્રયોગથી ઝડપથી ગેસથી થતી સમસ્યાથી મુક્તિ મળે છે. ઉપરાંત તુલસી અને મરીને મિક્સ કરીને નવશેકા પાણી સાથે પીવાથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે.આ ઘરેલું ઉપાયથી એસિડિટી દૂર કરી શકો છો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)