Heat stroke :ગરમીમાં લૂથી બચવું હોય તો જરૂર અપનાવો આ સરળ ઘરેલુ ઉપાય
ગરમીમાં ડિહાઇડ્રેશન થવું,. લી લાગવી સામાન્ય છે. આ સસમસ્યાને કેટલાક ઘરેલું ઉપાય દ્રારા દૂર કરી શકો છો. વરિયાળી, ફુદીનાનું પાણી સહિતના આ ઉપચારથી લૂની સમસ્યાને દૂર કરી શકાય છે.
Heat stroke :ગરમીમાં ડિહાઇડ્રેશન થવું,. લી લાગવી સામાન્ય છે. આ સસમસ્યાને કેટલાક ઘરેલું ઉપાય દ્રારા દૂર કરી શકો છો. વરિયાળી, ફુદીનાનું પાણી સહિતના આ ઉપચારથી લૂની સમસ્યાને દૂર કરી શકાય છે.
આમલીનું પાણી પીવો
આમલી વિટામિન્સ, મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. આ માટે થોડી આમલીને ઉકળતા પાણીમાં પલાળી રાખો. આ પછી તેને એક ચપટી ખાંડ સાથે ઠંડુ થયા બાદ પીવો. આ પીણું તમારા શરીરનું તાપમાન ઘટાડે છે. આમલીનો રસ પેટની બિમારીઓની સારવારમાં મદદ કરે છે.
આમ પન્ના
કેરી પન્ના રિફ્રેશિંગ ડ્રિંક છે. જે હેલ્થ ટોનિક તરીકે કામ કરે છે, તે કાચી કેરી અને મસાલા વડે બનાવવામાં આવે છે જે તમારા શરીરને ઠંડુ પાડે છે. તે દિવસમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વખત પીવું જોઈએ. આમ પન્નામાં જીરું, વરિયાળી, કાળા મરી અને મરી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જે તમારા શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
છાશ અને નારિયેળ પાણી
છાશ એ પ્રોબાયોટીક્સનો સારો સ્ત્રોત છે અને તમારા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે. જે વધુ પડતા પરસેવાને કારણે ખતમ થઈ શકે છે. તેવી જ રીતે, નાળિયેર પાણી તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સને કુદરતી રીતે સંતુલિત કરીને તમારા શરીરને સ્વસ્થ રાખે છે.
કોથમીર અને ફુદીનાના પાનનો રસ
કોથમીર અથવા ફુદીનાના પાનનો રસ કાઢીને તેને એક ચપટી ખાંડ સાથે પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે. આયુર્વેદ અનુસાર આ જડીબુટ્ટીઓ શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે. તેના ઠંડકના ગુણોને કારણે, ધાણાનું પાણી મેનોપોઝની ગરમી અને સોજો ઘટાડવા માટે પણ એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે.
તુલસીના બીજ અને વરિયાળીના બીજ
તુલસીના બીજને ગુલાબજળમાં મિકસ પીવાથી શરીરને શીતળતા મળે છે. વરિયાળીના પાણીનો પણ અહીં ઉપયોગ કરી શકાય છે. ખડી સાકર અને વરિયાળી પાણીમાં પલાળીને પીવાથી શરીરને ઠંડક મળે છે અને લૂ લાગી હોય તો પણ રાહત મળે છે. તેનાથી શરીર હાઇડ્રેઇટ રહે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )