શોધખોળ કરો

Health tips: ડાયાબિટિશના દર્દીએ મધનું સેવન કરવું કે નહિ, જાણો શું કરે છે એક્સ્પર્ટ

ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે

Health tips::ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓ મધ અને ગોળનું સેવન કરે છે. કારણ કે ઘણા લોકો તેને હેલ્ધી વિકલ્પ  માને છે. પ્રશ્ન એ છે કે શું બંને ડાયાબિટીસના દર્દીઓ માટે ખરેખર આ બંને હેલ્ધી વિકલ્પ છે? આવો જાણીએ આ વિશે

 ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જેના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સમસ્યાથી પીડિત દર્દીઓને જીવનભર અનેક પ્રતિબંધોમાંથી પસાર થવું પડે છે. ખાસ કરીને તેમને ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડશે. જો તેઓ આમ ન કરે તો લોહીમાં શુગરની માત્રા ખૂબ વધી જાય છે, જેના કારણે અનેક બીમારીઓ થવાનો ખતરો રહે છે. આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન કરવાની સલાહ આપે છે. તેની સાથે આ સમસ્યાથી પીડિત દર્દીઓને મીઠાઈ ખાવાની પણ મનાઈ છે.   આવી સ્થિતિમાં  સ્વીટ ખાવાનું સદંતર બંધ થઇ જાય છે. ઘણા દર્દીઓ મીઠાઈના વિકલ્પ તરીકે મધ અને ગોળનું સેવન કરે છે. તો સવાલ એ થાય છે કે બેમાંથી કયું વધુ સ્વસ્થ છે? જાણીએ એક્સ્પર્ટનો શું છે મત

બ્લડ સુગર પર ગોળની અસર

આપણામાંથી મોટાભાગના લોકો ગોળને ડાયાબિટીસના દર્દીઓ માટે સાકર કરતાં વધુ સ્વાસ્થ્યવર્ધક અને વધુ યોગ્ય માને છે, પરંતુ  વાસ્તવમાં ડાયાબિટીસના દર્દીઓએ પણ ગોળનું સેવન ટાળવું જોઈએ. કારણ કે ગોળ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનના સ્તરને પણ અસર કરે છે. ખરેખર તો ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી મળે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, ખાંડ અને ગોળ બંનેમાં હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોઈ શકે છે.  ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આહારમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનો સમાવેશ કરવાથી  બ્લડ સુગરનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે.

બ્લડસુગર પર  મધની અસર

મધ કુદરતી ખાંડ અને કાર્બોહાઇડ્રેટ છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું  કે, સફેદ ખાંડ કરતાં મધ બ્લડ સુગરના સ્તર પર વધુ ફાયદાકારક  છે. મધ, ખાંડથી વિપરીત, ઇન્સ્યુલિનમાં વધારો કરી શકે છે, જે લોહીના ગંઠાઈ જવાને નિયંત્રિત કરી શકે છે.

બેમાંથી કયું વધુ સ્વસ્થ છે?

મધ અને ગોળ બંને બ્લડ સુગર લેવલમાં વધારો કરે છે, પરંતુ મધનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સ્વાસ્થ્યપ્રદ બની શકે છે. કારણ કે તેમાં સૂક્ષ્મ પોષકતત્વો હોય છે. આ સિવાય ગોળમાં મેગ્નેશિયમ, કોપર અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. તો  મધમાં વિટામિન બી, વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે ગોળ કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે. તેથી ડાયાબિટીસમાં ગોળ અને મધની તુલના કરતા  મધનું સેવન કરવું વધુ યોગ્ય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
ઉંમર પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જરૂરી છે? જાણો સ્નાયુ અને હાડકાં માટે સાચો ડાયેટ ચાર્ટ
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શરીરમાં છુપાયેલા આ વાયરસથી ભારતમાં દર વર્ષે 1.9 લાખ લોકોને કેન્સર થાય છે, WHO નો નવો રિપોર્ટ
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget