(Source: ECI/ABP News/ABP Majha)
Health Care:જો શરીરમાં આ લક્ષણો અનુભવાય તો અવગણશો નહિ, હાર્ટ અટેકના છે સંકેત
Health Care : આજકાલ હાર્ટ અટેકના કેસ ખૂબ જ વધી રહયાં છે. તેમાં પણ ખાસ કરીને નાની વયે આવતા હાર્ટઅટેકના કેસે ચિંતા વધારી છે.
Health Care : કોરોના બાદ હાર્ટ અટેકથી મોતના કેસમાં સતત વધારો થયો છે. આવી સ્થિતિમાં હાર્ટ અટેકના પ્રારંભિક લક્ષણો જાણવા જરૂરી છે. સામાન્ય રીતે એવું લાગે છે કે હાર્ટ અટેક અચાનક જ આવવાથી સારવારનો મોકો નથી મળતો અને જિંદગી હાર્ટ અટેકની ભોગ ચઢી જાય છે પરંતુ એવું નથી. હાર્ટ અટેકના કેટલાક પ્રારંભિક લક્ષણ ચોક્કસ અનુભવાય છે
હાર્ટ અટેક, જેનેટિક ડિસઓર્ડર, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશરના કારણે થઇ શકે છે. હાર્ટ અટેકના કેટલાક લક્ષણો છે. જેને આપણે સામાન્ય રીતે અવોઇડ કરીએ છીએ, આ કારણે જ આપણે વોર્નિંગ સાઇનને નથી સમજી શકતા એક રિપોર્ટ મુજબ Periodontitis Diseaseથી પીડિત લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાની શક્યતા વધુ રહે છે. મોંમાં થતી કેટલીક તકલીફ હાર્ટ અટેકના સંકેત આપે છે. પેઢામાં સોજો પણ હાર્ટ અટેકના સંકેત આપે છે, ડોક્ટરના મત મુજબ પેઠામાં સોજો આર્ચરિયલ ઇનફ્લેમેશન એટલે કે ધમનીઓમાં સોજોની વચ્ચેનું કનેકશન જોવા મળે છે.
મોંમાં જો આ લક્ષણો દેખાય તો ઇગ્નોર ન કરો
Periodontitis Diseaseના લોકોને પહેલા હાંડકાથી જોડાયેલી સમસ્યા રહેતી હતી અને તેમાં હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું રહેતું હતું. જે લોકોને પેઢાંમાં સોજાની સમસ્યા જોવા મળી તેમાં હાર્ટ ડિસીઝી સમસ્યા વધુ જોવા મળી. હાડકાં કોશિકાને એક્ટિવેટ કરે છે. જેના કારણે ધમનીઓમાં ઇન્ફ્લેમેશની સમસ્યા વધી જાય છે. નિષ્ણાતની સલાહ છે કે. આ હાર્ટ સંબંઘિત સમસ્યાથી સાવધાન રહેવા માટે દાંત કે પેઢામાં થતી મુશ્કેલીને ઇગ્નોર ન કરવી જોઇએ.
આજે નાની વયના લોકોમાં પણ હાર્ટ અટેકની સમસ્યા જોવા મળે છે. જેને રોકવા માટે હાર્ટ સંબંધિત બીમારી અને તેના સંકેત આપતા લક્ષણો જાણવા જરૂરી છે. જો સમય રહેતા આ મુદ્દે સતકર્તા દાખવવામાં આવે તો નાની વયે હાર્ટ અટેકના કારણે ખતમ થઇ જતી જિંદગીને બચાવી શકાય.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )