Monkeypox Virus : મંકીપોક્સ વાયરસ છે કે કોઈ બીમારી? જાણો શું કહે છે એક્સપર્ટ
મંકીપોક્સના કેસ સતત વધી રહ્યા છે. આ બધાની વચ્ચે આ મંકીપોક્સ સાથે જોડાયેલા ઘણા સવાલો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે.
Monkeypox: મંકીપોક્સના કેસ સતત વધી રહ્યા છે. આ બધાની વચ્ચે આ મંકીપોક્સ સાથે જોડાયેલા ઘણા સવાલો લોકોના મનમાં ઉભા થઈ રહ્યા છે. આ સવાલોમાં એક મહત્વનો સવાલે છે કે, મંકીપોક્સ વાયરસ છે કે કોઈ બિમારી છે? આ વિષયની જાણકારી માટે નોઈડામાં આવેલી મેક્સ હોસ્પિટલના ફિજિશિયન ડોક્ટર ગુંજન મિત્તલ સાથે વાતચીત કરી છે. ડોક્ટરનું કહેવું છે કે, મંકીપોક્સ એક વાયરસ છે (What is Monkeypox) જે જાનવરોથી માણસોમાં ફેલાયો છે. આ મંકીપોક્સ વાયરસના લક્ષણો સ્મોલપોક્સની જેવા છે. જો કે, આ વાયરસ સ્મોલપોક્સની સરખામણીમાં ઓછો ગંભીર ગણાઈ રહ્યો છે. ડબલ્યુએચઓ (WHO) દ્વારા પણઆ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે મંકીપોક્સના લક્ષણો ભલે સ્મોલપોક્સ જેવા છે પરંતુ તે સ્મોલપોક્સ જેટલો ગંભીર નથી.
શું કહે છે એક્સપર્ટ?
ડોક્ટર ગુંજન મિત્તલનું કહેવું છે કે, મંકીપોક્સ વાયરસ એક ડબલ સ્ટેંડેડ ડીએનએ (Double-Stranded DNA virus) વાયરસ છે, જે પોક્સવિરિડે પરિવારના ઓર્થોપોક્સ વાયરસ જીનસ સાથે સંબંધિત છે.
મંકીપોક્સ વાયરસના બે અલગ-અલગ આનુવાંશિક સમૂહ છે. એક મધ્ય આફ્રિકી (કોંગો બેસિન) ક્લૈડ અને બીજો પશ્ચિમ આફ્રિકી ક્લૈડ. કોગો બેસિન ક્લૈડ એટલે કે મધ્ય આફ્રિકી વિસ્તારમાંથી ફેલાયેલ વાયરસ ઘણો ગંભીર છે અને ઘણો ઝડપથી ફેલાતો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
કયા જાનવરોથી ફેલાય છે મંકીપોક્સ?
ડોક્ટરનું કહેવું છે કે, જાનવરોની વિભિન્ન પ્રજાતિઓથી મંકીપોક્સ વાયરસ ફેલાઈ શકે છે. જેમાં કોંગો રસ્સી ખિસકોલી, ઝાડ પરની ખિસકોલી, ગૈમ્બિયન પાઉચવાળા ઉંદર, ડૉમિસ વગેરે જેવી મુખ્ય પ્રજાતિઓનો સમાવેશ થાય છે. જો કે, મંકીપોક્સ વાયરસના પ્રાકૃતિક ઈતિહાસ વિશે સ્પષ્ટ રુપથી કંઈ કહેવું મુશ્કેલી ભર્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે, મંકીપોક્સ વાયરસની સંપૂર્ણ જાણકારી માટે હજી વધુ સંશોધનની જરુર છે. આ વિશે હાલ ઘણાં સંશોધન થઈ રહ્યા છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )