Kitchen Hacks: ગરમીમાં બાળકોને પિવડાવો આ હેલ્ધી અને ટેસ્ટી 3 શેક, રીત સમજી લો
Banana, Mango And Strawberry Shake Recipe: જો બાળકો ફળો ખાવાનું જલ્દી પસંદ ન કરતા હોય તો આ ફળોના શેક તેના માટે બેસ્ટ ઓપ્શન છે. આ ત્રણેય પ્રકારના શેક આપ બાળકને આપી શકો છો.
Banana, Mango And Strawberry Shake Recipe: જો બાળકો ફળો ખાવાનું જલ્દી પસંદ ન કરતા હોય તો આ ફળોના શેક તેના માટે બેસ્ટ ઓપ્શન છે. આ ત્રણેય પ્રકારના શેક આપ બાળકને આપી શકો છો.
માતાઓ તેમના બાળકોના ખાવા-પીવા માટે સૌથી વધુ ચિંતિત હોય છે. જો બાળકનું વજન અને ઉંચાઈ યોગ્ય રીતે ન વધી રહી હોય તો માતાની ચિંતા વધી જાય છે. બાળકો હેલ્ધી ફૂડ ખાવાનું પસંદ કરતા નથી. આવી સ્થિતિમાં બાળક હેલ્ધી ફૂડ કેવી રીતે આપવું તે એક સમસ્યા બની જાય છે. જો કે ફળોના આ રીતે શેક બનાવીને તેને ટેસ્ટી યમી બનાવીને આપ બાળકને આપી શકો છો. બાળકો આ હેલ્ધી ડ્રિન્ક હોંશે હોશે પીવે છે.
મેંગો શેકની રેસીપી
બાળકોને કેરી ખૂબ ગમે છે, તેથી ઉનાળામાં દરરોજ તમારા બાળકને મેંગો શેક બનાવીને પીવડાવો. આ વજન વધારવામાં મદદ કરશે. મેંગો શેક બનાવવા માટે પાકેલી કેરીને છોલીને તેનો પલ્પ કાઢી લો. હવે મિક્સરમાં કેરીના ટૂકડા અને અને 1 ગ્લાસ દૂધ ઉમેરો અને મિક્સ કરીને ડ્રાઇફ્રૂટસથી ગાર્નિશ કરીને સર્વે કરો.
બનાના શેક
કેળા એ દરેક ઋતુમાં ઉપલબ્ધ ફળ છે. બાળકને નાનપણથી જ કેળું ખવડાવવું જોઈએ. સ્વાદિષ્ટ મીઠા કેળા બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તમે કેળાનો શેક બનાવીને ઉનાળામાં બાળકને આપી શકો છો. આ માટે 1 પાકેલું કેળું લો, તેને એક મિક્સર જારમાં મૂકો અને તેમાં એક કપ દૂધ ઉમેરો. 1 ચમચી ખાંડ ઉમેરો અને મિક્સ કરો. તમારે બાળકોને આ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાના શેક અવશ્ય આપો.
સ્ટ્રોબેરી શેક
સૌપ્રથમ સ્ટ્રોબેરીને ધોઈને ટુકડા કરી લો. હવે જારમાં દૂધ નાખો અને સ્ટ્રોબેરી પણ નાખો. બંને વસ્તુઓને સારી રીતે પીસી લો. જો તમે ઈચ્છો તો મીઠાશ માટે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી શકો છો. તૈયાર છે. સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી શેક. તમે તેને બદામ અને સ્ટ્રોબેરીના નાના ટુકડાથી ગાર્નિશ કરી શકો છો. બાળકોને આ શેક ગમશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )