હોળીના રંગોના કારણે સ્કિન થઇ ગઇ છે લાલ, આ વસ્તુઓ લગાવવાથી મળશે રાહત
આ રંગો કેમિકલ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે અને તેના કારણે તમારી સ્કિનને પણ નુકસાન થાય છે
![હોળીના રંગોના કારણે સ્કિન થઇ ગઇ છે લાલ, આ વસ્તુઓ લગાવવાથી મળશે રાહત Post Holi Skincare: home remedies to get relief of skin rashes after playing holi હોળીના રંગોના કારણે સ્કિન થઇ ગઇ છે લાલ, આ વસ્તુઓ લગાવવાથી મળશે રાહત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/ed4526ebcb3c40bfab7a5d5c0151d66e1711292185952247_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મોટાભાગના લોકોને હોળીના રંગોમાં રંગાવું ખૂબ ગમે છે, પરંતુ જ્યારે સ્કિનમાંથી રંગો દૂર કરવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો ચિંતિત થઈ જાય છે કારણ કે બજારમાં ઉપલબ્ધ રંગો એટલા પાકા હોય છે કે તે એક વખત ધોવાથી સ્કિન પરથી દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે. આ રંગો કેમિકલ મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે અને તેના કારણે તમારી ચામડીને પણ નુકસાન થાય છે. જો રંગ દૂર કર્યા પછી તમને તમારા ચહેરા પર ફોલ્લીઓ થાય છે અથવા તમારી સ્કિન પર બળતરા અનુભવાય છે, તો નારિયેળ તેલ સહિત કેટલીક વસ્તુઓ છે જે તમને તાત્કાલિક રાહત આપી શકે છે.
હોળીના દિવસે તમારે એવા રંગોથી હોળી રમવાનો પ્રયાસ કરવો જોઇએ જે તમારી સ્કિનને નુકસાન ન પહોંચાડે, તેમ છતાં રંગોથી બચવું મુશ્કેલ છે. હોળી રમ્યા પછી ચામડી પર ફોલ્લીઓ, લાલાશ અને બળતરાથી રાહત મેળવવા માટે તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો. તો ચાલો જાણીએ.
નાળિયેર તેલ અથવા દેશી ઘી
રંગ દૂર કર્યા પછી તમારા ચહેરાને નારિયેળ તેલ અથવા દેશી ઘીથી મસાજ કરો. આ તમને ફોલ્લીઓ અને તેના કારણે થતી બળતરાથી ઘણી હદ સુધી રાહત આપશે. આ તમારી સ્કિનને હાઇડ્રેટ કરશે અને તેને નિસ્તેજ અથવા શુષ્ક થવાથી અટકાવશે.
એલોવેરા લગાવો
મોટાભાગના લોકો જાણે છે કે એલોવેરા ચામડી માટે કેટલું ફાયદાકારક છે. જો રંગ દૂર કર્યા પછી સ્કિન પર ખંજવાળ અથવા રેડનેસ હોય તો ફ્રેશ એલોવેરા જેલ લગાવો. તેનાથી તમને ખંજવાળમાંથી તાત્કાલિક રાહત મળશે અને રેડનેસ પણ ઓછી થશે.
દહીં અને ચણાના લોટથી તમને ફાયદો થશે
રંગ દૂર કર્યા પછી જો તમને સ્કિન પર બળતરા થાય છે તો ચણાનો લોટ, દહીં અને એલોવેરા જેલની સ્મૂધ પેસ્ટ બનાવીને લગાવો. થોડી વાર રહેવા દો અને જ્યારે 75 થી 80 ટકા સુકાઈ જાય, ત્યારે સાદા પાણીથી સાફ કરો. તેનાથી લાલાશ અને બળતરા ઓછી થશે અને ચામડી પર રહેલો રંગ પણ દૂર થશે અને ચામડી પણ મુલાયમ બનશે.
કોલ્ડ કમ્પ્રેસથી રાહત મળશે.
રંગ દૂર કર્યા પછી જો ફેસ પર ફોલ્લીઓ, પિમ્પલ્સ તેમજ ઇચિંગની સમસ્યા હોય તો કોલ્ડ કમ્પ્રેસ તમને ઘણી રાહત આપશે. આ માટે તમે આઈસ પેક લઈ શકો છો અથવા બરફનો ટુકડો કપડામાં નાખીને તે જગ્યા પર લગાવી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)