Heart Care :કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ ફેઇલના તફાવતને આ ત્રણ લક્ષણથી સમજો, બચી જશે દર્દીનો જીવ
હાર્ટ સંબંધિત આ બંને બીમારી સમાન લાગે છે પરંતુ તેના લક્ષણો અલગ અલગ છે . આ બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
Heart Care :હાર્ટ સંબંધિત આ બંને બીમારી સમાન લાગે છે પરંતુ તેના લક્ષણો અલગ અલગ છે . આ બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
જ્યારે હૃદયની સમસ્યાઓની વાત આવે છે, ત્યારે ઘણી બધી બિમારીઓ એવી હોય છે જે એક સમાન દેખાય છે અને લોકો ઘણીવાર તેમને સમાન રોગ સાથે મૂંઝવણમાં મૂકાઇ જાય છે. જો કે, આ સમસ્યાઓ અને તેમની સારવાર વચ્ચે ઘણો તફાવત છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, વિશ્વમાં હૃદયરોગના 60 ટકા દર્દીઓ માત્ર ભારતમાં છે.
કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ ફેલ્યોરમાં ઘણું બધુ સમાન છે પરંતુ તેની સારવાર સંપૂર્ણપણે અલગ છે. ચાલો જાણીએ કે આ બંને વચ્ચે શું તફાવત છે અને તમે તેમને કેવી રીતે ઓળખી શકો છો.
કાર્ડિયાક અરેસ્ટ
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે, અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જો તરત જ સારવાર ન કરવામાં આવે તો ઓક્સિજનની ઉણપ મગજને ડેમેજ કરે છે અને મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ થાય છે.
હાર્ટ ફેલ્યોર
હાર્ટ ફેલ્યોર એક ક્રોનિક લાંબી બિમારી છે જેમાં હૃદય શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આ રોગ સમય જતાં આગળ વધે છે, અને હાર્ટ એટેક જેવી ઘટના સાથે અચાનક દેખાય છે. હાર્ટ ફેલ્યોરનું કારણ હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી , આર્ટરી રોગ અને ડાયાબિટીસ છે.
કાર્ડિયક અરેસ્ટના લક્ષણો
- અચાનક બેહોશ થવું
- પલ્સ અથવા શ્વાસ બંધ થવા
- પ્રતિક્રિયા બંધ થવી
- ઓક્સિજનની કમીના કારણે ત્વચા ફિક્કી પડી જવી
- શરીરના અંગો પરથી નિયંત્રણ ગુમાવી દેવું
હાર્ટ ફેલ્યોરના લક્ષણો
- હાંફ ચઢવી
- ભૂખ ન લાગવી
- વોમિટિંગ ફિલિગ થવી
- ઝડપી અથવા અનિયમિત ધબકારા
- સતત ઉધરસ અથવા ગભરામણ થવી
- કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો
- સોજો અને શરીરમાં પાણી જમા થઇ જવું
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )