Watermelon Side Effects: ગરમીમાં વધુ ખાવ છો તરબૂચ તો થઇ જાવ સાવધાન!, આ સમસ્યા હોય તો ખાવાનું કરી દેજો બંધ
Watermelon Side Effects: ઉનાળાની સીઝન શરૂ થતાં જ લોકો તરબૂચ ખાવાનું શરૂ કરી દે છે. તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે
Watermelon Side Effects: ઉનાળાની સીઝન શરૂ થતાં જ લોકો તરબૂચ ખાવાનું શરૂ કરી દે છે. તરબૂચ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને પાણીની ઉણપ પુરી કરે છે. આવી સ્થિતિમાં તેનું મોટા પ્રમાણમાં સેવન કરવામાં આવે છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 તરબૂચ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેને વધુ પડતું ખાવાથી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ તેના ગેરફાયદા વિશે.
તરબૂચ ખાવાના ગેરફાયદા
તરબૂચ વધુ ખાવાથી લીવરમાં સોજો આવી શકે છે. જેના કારણે લીવર ધીરે ધીરે નબળું થવા લાગે છે. જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તેમને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં, જે લોકોને ડાયાબિટીસ છે તેમણે મર્યાદિત માત્રામાં તરબૂચ ખાવું જોઈએ. કારણ કે તેમાં નેચરલ શુગરનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા બ્લડ શુગર લેવલને વધારી શકે છે. તરબૂચમાં નેચરલ શુગર અને હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ જેવા ગુણ હોય છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તરબૂચ હાનિકારક સાબિત થઈ શકે છે.
પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
તરબૂચ વધુ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તરબૂચમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી પેટ ફૂલવું, ગેસ, ઝાડા અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. માહિતી અનુસાર, તરબૂચમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જેના કારણે કિડનીની બિમારીવાળા લોકોમાં તેનું સ્તર અસંતુલિત થઈ શકે છે.
હૃદય સંબંધિત સમસ્યાઓ
જો તમે તરબૂચ વધુ ખાવ છો તો હૃદય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં રોજ તરબૂચ ખાવાથી ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલિત થઈ શકે છે, જેનાથી માથાનો દુખાવો અને સ્નાયુઓની નબળાઈ થઈ શકે છે.
એલર્જી રિએક્શન થઈ શકે છે
તરબૂચ ખાવાથી કેટલાક લોકોને એલર્જી થઈ શકે છે. વધુ પડતુ તરબૂચ ખાવાથી ફોલ્લીઓ, ત્વચા પર સોજો, પિમ્પલ્સ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતુ તરબૂચ ખાવાથી તમારા શરીરમાં પાણી ભરાઈ જાય છે અને તમારે ઓવરહાઈડ્રેશનનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે તરબૂચને મર્યાદિત માત્રામાં ખાવ. જો તમને તરબૂચના સેવનથી કોઈપણ પ્રકારની એલર્જી કે સમસ્યા હોય તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )