Myths Vs Facts: શું બાયપાસ સર્જરી બાદ સામાન્ય જિંદગી ના જીવી શકાય, જાણો શું છે સત્ય?
આજકાલ હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે.
![Myths Vs Facts: શું બાયપાસ સર્જરી બાદ સામાન્ય જિંદગી ના જીવી શકાય, જાણો શું છે સત્ય? Myths Vs Facts what is bypass surgery know myths and facts Myths Vs Facts: શું બાયપાસ સર્જરી બાદ સામાન્ય જિંદગી ના જીવી શકાય, જાણો શું છે સત્ય?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/1a5beef1807b6c46b2d23ddf6776e844171966434931925_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bypass Surgery : છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. જેનું પરિણામ આપણા શરીરને ભોગવવું પડી રહ્યું છે. ખાવા પીવામાં ફેરફાર, ઊંઘ પુરી ના થવી અને શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાને કારણે વજન વધવા જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. તેની અસર હૃદયના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. આ જ કારણ છે કે આજકાલ હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ ગમે ત્યારે આવી શકે છે. આ અંગે સાવધાની રાખવાની જરૂર છે. તબીબોનું કહેવું છે કે હૃદયની સમસ્યા બાદ બાયપાસ સર્જરી કરવામાં આવે છે જેના દ્વારા હૃદયની ધમનીઓ ખોલવામાં આવે છે.
જ્યારે હૃદયમાં બ્લોકેજને કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જતો નથી ત્યારે બાયપાસ સર્જરી કરવી પડે છે. જેમાંથી વ્યક્તિને ઘણો ફાયદો મળી શકે છે. જો કે, કેટલાક લોકો માને છે કે બાયપાસ સર્જરી પછી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતી નથી. જાણો શું કહે છે ડોક્ટર્સ.
Myth : માત્ર વૃદ્ધ લોકો જ હૃદયની બાયપાસ સર્જરી કરાવે છે.
Fact : ડૉક્ટરો કહે છે કે આજકાલ દરેક વયજૂથ માટે હાર્ટ બાયપાસ સર્જરી સામાન્ય બની ગઈ છે. ખોટી ખાનપાન, સ્થૂળતા અને હાઈ બ્લડપ્રેશરના કારણે પણ યુવાનોને હૃદયરોગનું જોખમ વધારે છે. તેથી એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે માત્ર વૃદ્ધોને જ હૃદયની બાયપાસ સર્જરી કરવી પડે છે.
Myth : બાયપાસ સર્જરી પછી હાર્ટ એટેક આવતો નથી.
Fact : ડૉક્ટર્સ કહે છે કે હાર્ટ બાયપાસ સર્જરીથી હાર્ટ એટેક જેવી હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરી શકાતું નથી. આથી સર્જરી પછી પણ સાવધાની રાખવી પડે છે અને આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે. નહી તો હૃદય રોગ ગમે ત્યારે વધી શકે છે.
Myth : બાયપાસ સર્જરી પછી સામાન્ય જીવન જીવી શકાતું નથી
Fact : ડોક્ટર્સ કહે છે કે જો યોગ્ય કાળજી લેવામાં આવે તો બાયપાસ સર્જરી પછી પણ વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે. બાયપાસ સર્જરી પછી હ્રદયની તકલીફો ઘટાડી શકાય છે, તેનું જોખમ ઘટાડી શકાય છે પણ સમસ્યા સંપૂર્ણપણે દૂર થતી નથી. તેથી બેદરકારી રાખવી જોઈએ નહી. સર્જરી પછી તમે યોગ્ય આહાર, દિનચર્યા અને જીવનશૈલી અપનાવીને અને તમારી યોગ્ય કાળજી લઈને સામાન્ય જીવન જીવી શકો છો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ
Alcohol: શું દરરોજ થોડો થોડો દારુ પીવાથી શરીરને ફાયદો થાય છે? રિસર્ચમાં થયો ખુલાસો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)