(Source: ECI/ABP News/ABP Majha)
Valentine's Day Look: નથી મળ્યો પાર્લર જવાનો સમય, 2 મિનિટમાં આ ટિપ્સથી મેળવો ઇન્સ્ટન્ટ ગ્લો, આખો દિવસ ચમકશે આપનો ચહેરો
કેટલીક વખત ઓફિસ અને ઘરની જવાબદારીમા પાર્લર જવાનો સમય નથી મળતો આ સ્થિતિમાં આપ ઇન્સ્ટન્ટ પાર્લર જેલો ગ્લો ચહેરા પર જોઇતો હોય તો એક અસરકારક અને સરળ ટિપ્સ છે. જેનાથી આપ ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવી શકે છે.
Valentine's Day Look:કેટલીક વખત ઓફિસ અને ઘરની જવાબદારીમા પાર્લર જવાનો સમય નથી મળતો આ સ્થિતિમાં આપ ઇન્સ્ટન્ટ પાર્લર જેલો ગ્લો ચહેરા પર જોઇતો હોય તો એક અસરકારક અને સરળ ટિપ્સ છે. જેનાથી આપ ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવી શકે છે.
બે મિનિટમાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમારે આ વસ્તુઓને ટ્રાય કરવી જોઇએ.
ચમકી ઉઠશે ચહેરો
માત્ર 2 મિનિટ મસાજથી જ આપની સ્કિન અતિશય ગ્લો કરવા લાગશે. મસાજ કરતી વખતે આપને આ સ્કિન પર તરત જ તેની અસર જોવા મળશે. જો આપની સ્કિન વધુ ડલ થઇ ગઇ હશે તો પણ પણ આ સ્ક્રર્બથી સ્કિન સ્મૂધ બનશે. આપ ગરદન અને ફેસની સ્કિન પર લગાવી શકો છો.
મસાજ કર્યાં બાદ સ્કિનને સાફ કરવા માટે એકદમ ગરમ નહીં અન એક ઠંડું પણ નહીં તેવા હુંફાળું પાણીનો જ ઉપયોગ કરો. આ પ્રક્રિયા બાદ આપ જે રેગ્યુલર મેકઅપ કરતાં હોય તે કરી શકો છો. આપ કોઇ મેકઅપ ન કરવા ઇચ્છતા હો તો આ નેચરલ ગ્લો સાથે પણ પાર્ટીમાં જઇ શકો છો
સેલિબ્રિટી જેવી રેડિએન્ટ અને ગ્લોઇંગ સ્કિન માટે અપનાવો આ ટિપ્સ
હાઇડ્રેઇટ રહો
આપે જોયું હશે કે, સેલિબ્રિટિ સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે સતત પાણી પીતા રહે છે. તેમના હાથમાં પાણીની બોટલ જોવા મળે છે. ગ્લોઇંગ સ્કિન માટે 8થી10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.
હેલ્ધી ચીજો રાખો
સ્વસ્થ ત્વચા એટલે સ્વસ્થ ડાયટ. તેથી જ સેલેબ્સ તેમના આહારમાં વધુને વધુ ગ્રીન્સ, સલાડ, સૂપ વગેરેનો સમાવેશ કરે છે. તમે જેટલાં વધુ લીલાં શાકભાજી ખાશો, તમારી ત્વચા એટલી જ ચમકદાર દેખાશે. લીલા શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે જે તમારી ત્વચા અને શરીરને સુધારવામાં મદદ કરે છે. સુંદર ત્વચા મેળવવા માટે આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઓ.
પર્યાપ્ત ઊંઘ લો
દરરોજ પુરતી ઊંઘ માટે 8 કલાક ઊંઘવું જરૂરી છે. રાત્રે સ્કિનને રિપેર થવાનો સમય મળે છે. જેથી પુરતી ઊંઘ સ્કિનની હેલ્થ માટે જરૂરી છે. જો પુરતી ઊંઘ ન મળે તો ડાર્ક સર્કલની પણ સમસ્યા થાય છે.
સ્ક્રર્બ કરો
સેલિબ્રિટીની ત્વચા હંમેશા ક્લિન દેખાય છે. તેની પાછળનં કારણ છે એક્સફોલિશન. સમયસર ડેડ સ્કિનને દૂર કરવા માટે તે જરૂરી છે. એક્સફોલિશનથી સ્કિન પોર્સ સાફ થાય છે ગંદકી જમા ન થવાથી ખીલ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.
હોમ ફેસ પેક
આ પ્રાકૃતિક વસ્તુઓમાં ઘણા ગુણ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. ઘરના ફેસ માસ્કમાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેના અલગ-અલગ ફાયદા છે. જે સ્કિનને ગ્લોઇંગ અને સોફટ રાખવામાં મદદરૂપ થાય છે.
યોગ્ય પ્રોડક્ટ યુઝ કરો
સેલેબ્સ તેમની સ્કિન ટાઇપ મુજબ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આપ પણ કોઇ બ્યુટી પ્રોડક્ટ ખરીદો તો સ્કિન ટાઇપ મુજબ ખરીદવાનો આગ્રહ રાખો,. આ માટે આપ ડર્મોટોલોજિસ્ટની સલાહ પણ લઇ શકો છે. .