Health tips: લાંબા સમયથી કાપીને રાખેલા ફળો અને શાકભાજીનું સેવન ન કરો, સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન
જો આપણે એક દિવસ પહેલા શાકભાજી અથવા ફળો કાપીને સ્ટોર કરીએ છીએ તો તેમાં રહેલા પોષક તત્વો વિટામિન સી, કેરોટેનાઇડ પણ તેમાંથી નીકળી જાય છે.
Health tips: જો આપણે એક દિવસ પહેલા શાકભાજી અથવા ફળો કાપીને સ્ટોર કરીએ છીએ તો તેમાં રહેલા પોષક તત્વો વિટામિન સી, કેરોટેનાઇડ પણ તેમાંથી નીકળી જાય છે.
ફળો અથવા શાકભાજી કાપ્યા પછી, જો તમને લાંબો સમય એમ જ રાખવામાં આવે તો તેમાંથી પોષક તત્ત્વો છૂટી જાય છે, જો આપ તને કોઇ એરટાઇટ કન્ટેનરમાં રાખો તો થોડા ઘણા અંશે તેને ફ્રેશ રાખી શકાય છે. જો તમે તેને યોગ્ય રીતે પેક કરી રહ્યા હોવ અથવા તેને બોક્સમાં પેક કરીને રાખો, તો આવું થતું નથી. જ્યારે તમે ફળો અને શાકભાજીને યોગ્ય રીતે સંગ્રહિત કરતા નથી ત્યારે તેમના પોષક તત્વો ખતમ થઇ જાય છે.
સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જો આપણે ફળો અને શાકભાજીને ધારદાર છરીથી કાપીએ છીએ, તો છરી પણ તેમના પોષક તત્ત્વો કાઢવાનું એક કારણ છે. ઘણા સંશોધકો માને છે કે જ્યારે આપણે ફળો અને શાકભાજી કાપીએ છીએ, ત્યારે તે ઘણા કોષોને તોડી નાખે છે. તાજા શાકભાજીની સરખામણીએ પહેલેથી સમારેલી શાકભાજી રાંધવામાં સ્વાદમાં ફેર આવે છે
ઘણી વખત આપણે જોયું છે કે જ્યારે આપણે ફળો અને શાકભાજી કાપીએ છીએ ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે. આવું ફૂડ ખાવાથી ઘણી વખત આપણું પાચનતંત્ર પણ બગાડે છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો દૂર થઈ જાય છે.શાક કાપીને રાખી દેવાથી શાકભાજીમાં શુગર બ્રેકડાઉન થાય છે અને તે કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ કરે છે. આ કારણે શાકભાજી ખરાબ થાય છે, તેનો દેખાવ જોતા જ આ ખ્યાલ આવે છે.
ઘણા લોકો સમયના અભાવે રાત્રે સમારેલા શાકભાજી અને ફળોને ફ્રીઝમાં રાખી દે છે અને તેનો સવારે ઉપયોગ કરે છે. આ રીત યોગ્ય નથી. આવું કરવાથી આપ શાક અને ફળોમાં રહેવા પોષકતત્વનો સંપૂર્ણ લાભ મળતો નથી. જો આપણે એક દિવસ પહેલા ફળો અને શાકભાજી કાપી નાખીએ તો તેમાં રહેલા વિટામિન સી અને કેરોટીનોઈડ્સ પણ તેમાંથી નીકળી જાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )