Viral : વંદે ભારત ટ્રેનમાં પરાઠામાંથી નીકળો મરેલો કોકરોચ,બાદ યાત્રીએ જે કર્યું, છે જાણવા જેવું
વંદે ભારત ટ્રેનમાં દૂષિત ખોરાક મળવાનો મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. વંદે ભારત ટ્રેનની પેન્ટ્રી કારમાંથી ઓર્ડર કરેલા પરાઠામાં મરેલો કોકરોચ નીકળતા પેસેન્જરે આ મુદે ફરિયાદ કરી હતી.

Viral :વંદે ભારત ટ્રેનમાં દૂષિત ખોરાક મળવાનો મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. IRCTCએ એક મુસાફરને પીરસવામાં આવેલા પરોઠામાં કોકરોચ મળી આવવાની ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને લાઇસન્સ પ્રાપ્ત પેન્ટ્રી કોન્ટ્રાક્ટરને 25,000 દંડ ફટકાર્યો છે.
વંદે ભારત ટ્રેનમાં દૂષિત ખોરાક મળવાનો મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. IRCTCએ એક મુસાફરને પીરસવામાં આવેલા પરોઠામાં કોકરોચની ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને લાઇસન્સ પ્રાપ્ત સેવા પ્રદાતા પર 25,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે. રેલવેએ ઝીરો ટોલરન્સની કડક ચેતાવણી પણ આપી છે. ઘટના 24 જુલાઈની છે. મુસાફરે ટ્વિટ કરીને આ ફરિયાદ રેલવેને આપી હતી. આ પછી, રેલ્વેએ તરત જ પેસેન્જરને બીજું ભોજન પણ પુરૂ પાડ્યું હતું
ભોપાલ રેલ્વે ડિવિઝનના પ્રવક્તા સુબેદાર સિંહના જણાવ્યા અનુસાર, 24 જુલાઈના રોજ ભોપાલથી ગ્વાલિયર જઈ રહેલા મુસાફરને ટ્રેન નંબર 20171 રાણી કમલાપતિ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત એક્સપ્રેસના સી-8 કોચમાં સીટ નંબર-57 પર પરોઠા પીરસવામાં આવ્યા હતા. કોકરોચની ફરિયાદ બાદ 27 જુલાઈએ ફૂડ લાઇસન્સ ધારક પર 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આઈઆરસીટીસીના રિજનલ મેનેજર કેકે સિંહે કહ્યું કે રેલવેએ આરકે એસોસિયેટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. હવે રસોડામાં પણ નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે એવું નથી કે વંદે ભારત ટ્રેનમાં દરેક જગ્યાએ ભોજનની ફરિયાદો મળી રહી છે. સારા ફીડ બેક પણ મળી રહ્યાં છે. 27 જુલાઈના રોજ, ધ પીસ હિંદુ (@DevSingh0777) નામના યુઝરે ટ્વીટ કર્યું – મારો અત્યાર સુધીનો શ્રેષ્ઠ ટ્રેન અનુભવ. આ અદ્ભુત ટ્રેન વંદે ભારત માટે ભારતીય રેલવેના વખાણ કરવા માટે શબ્દો નથી. હું દિલ્હીથી દહેરાદૂન જઈ રહ્યો હતો. મુસાફરીનો અનુભવ, ખોરાકની ગુણવત્તા, સમયની પાબંદી, સ્વચ્છતા બધું જ ઉત્તમ હતું.
આ પણ વાંચો
ગુજરાતના આ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા, 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
Rain: નવસારીમાં આભ ફાટ્યું, ફક્ત છ કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો જળબંબાકાર
મોદી સરકાર વધુ એક સરકારી કંપનીમાં વેચશે હિસ્સો, બજાર ભાવ કરતાં ઓછા ભાવે મળશે સ્ટોક
PM Modi Gujarat Visit: PM મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ, સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ધાટન કરશે

