(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં હેપ્પી સ્ટ્રીટમાં ભાડુ ન ચૂકવાતા કાર્યવાહી, સપ્તાહમાં ભાડુ ચૂકવવા ફૂડવાનના માલિકોને નોટિસ
હેપ્પી સ્ટ્રીટમાં 14માંથી માત્ર ત્રણ જેટલા ફૂડવાનના માલિકો તરફથી બાકી ભાડુ ચૂકવવામાં આવ્યું છે
અમદાવાદમાં ખાણીપીણી માટે પ્રખ્યાત લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ઉભી રહેતી 22 જેટલી ફૂડવાનમાંથી 14 જેટલા ફૂડવાનના માલિકો તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા છ મહિનાથી ભાડું ન ચૂકવ્યું હોવાથી તેઓને સાત દિવસમાં ભાડુ ચૂકવવા માટેની નોટિસ આપવામાં આવી હતી.
મળતી જાણકારી અનુસાર, લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં 14માંથી માત્ર ત્રણ જેટલા ફૂડવાનના માલિકો તરફથી બાકી ભાડુ ચૂકવવામાં આવ્યું છે. 11 ફૂડવાનના માલિકો તરફથી ભાડુ ન ભરવામાં આવતા બુધવારથી તેઓને ફૂડ સ્ટ્રીટમાં ધંધો કરવા દેવામાં આવશે નહીં. જો કોર્પોરેશનની માલિકીની જગ્યામાં તેઓ ધંધો કરશે તો તેમની ફૂડવાનને જપ્ત કરી લેવામાં આવશે. ફૂડવાનના માલિકો પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડા પેટે કુલ 78 લાખ રૂપિયા લેવાના છે. કોરોનામાં ધંધો બંધ રહેતા તેમનું ભાડું માફ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે ભાડામાંથી મુક્તિ પણ આપવામાં આવી હતી પરંતુ છેલ્લા છ મહિનાથી આ ફૂડવાનના માલિકો દ્વારા ભાડું ચૂકવવામાં આવતું નથી.
અમદાવાદમાં વર્ષોથી બંધ પડી રહેલો કાંકરિયા જલધારા વોટરપાર્ક ફરી એકવાર શરૂ થયો છે. AMC તરફથી વોટરપાર્ક ફરી શરૂ કરવામાં આવતા હવે લોકો વોટરપાર્કની મજા અમદાવાદમાં જ માણી શકશે.
કાંકરિયા જલધારા વોટરપાર્કમાં 27 જેટલી વોટર રાઇડ્સ અને સ્વિમિંગ પૂલ, બિલિંગ અને ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. કાંકરિયા જલધારા વોટરપાર્કમાં 3થી 12 વર્ષ સુધીના બાળક માટે રૂપિયા 250 તથા 12થી 50 વર્ષ સુધીના લોકો માટે રૂપિયા 450 એન્ટ્રી અને રાઈડ્સ ફી રાખવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી લોકો અનલિમિટેડ વિવિધ 27 પ્રકારની નાની-મોટી વોટર રાઈડ્સની મજા માણી શકશે. 50 વર્ષથી ઉપરના લોકો માટે વોટરપાર્કમાં એન્ટ્રી ફી રૂપિયા 150 રાખવામાં આવી છે. વોટર રાઇડ્સની મજા માણવા માટે કોસ્ચ્યુમનો ચાર્જ અલગ રાખવામાં આવે છે. આ ઉપરાંત વોટરપાર્કમાં મોબાઈલ, દાગીના, ઘડિયાળ વગેરે વસ્તુઓ મૂકવા માટે લોકરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, તેના અલગથી રૂપિયા લોકોએ ચૂકવવાના રહેશે.
જ્યારે પણ તમે વોટર પાર્કમાં ન્હાવા જાઓ તો પહેલા પાણીમાં ક્લોરીનની માત્રા જાણો. જો પાણીમાં વધુ પડતું ક્લોરીન હોય તો તેમાં નહાવાનું ટાળો. કારણ કે તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો સ્વિમિંગ પૂલના પાણીની pH વેલ્યુ 7 થી 8 ની વચ્ચે હોય, તો તમે તેમાં સ્નાન કરી શકો છો