શોધખોળ કરો
Advertisement
Gujarat Elections 2021 : ચૂંટણી ટાણે બોટાદમાં ભાજપને મોટો ફટકો, કયા દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું?
બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાસુખભાઈ દલવાડી(કણઝરીયા)એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
બોટાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ બોટાદમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાસુખભાઈ દલવાડી(કણઝરીયા)એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. બોટાદ શહેર પ્રમુખને જિલ્લા કાર્યાલય ખાતે રાજીનામું આપી દીધું હતું. મહાસુખભાઈ દલવાડી(સતવારા) સમાજના આગેવાન અને ભાજપના પાયાના કાર્યકર છે. મહાસુખભાઈ દલવાડીના રાજીનામાંથી ભાજપને મોટો ફટકો પડશે.
સ્થાનિક સ્વરાજની ચુંટણી સમયે ભાજપ અને કોગ્રેસ પક્ષમાંથી આગેવાનો અને કાર્યકરો નારાજગી ને લઈ રાજીનામાં આપી રહ્યા છે .ત્યારે બોટાદમાં પણ ભાજપ અને કોગ્રેસમાં રાજીનામાં પડ્યા છે .જેમાં આજે ભાજપને વધુ રાજીનામું મળ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના આમંત્રિત કારોબારી સભ્ય અને બોટાદ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ તેમજ દલવાડી સમાજના આગેવાન મહાસુખભાઈ દલવાડી એ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયાને પોતાનું ભાજપ પક્ષમાંથી ઓચિંતા રાજીનામું આપતા ભાજપ પક્ષમાં મોટો ફટકો પડ્યો છે.
આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી સમયે મહાસુખભાઈના રાજીનામાને લઈ મોટી અસર પડી શકે તેમ છે .હાલ તો અગમ્ય કારણો સર રાજીનામું આપ્યું હોવાનું જણાવેલ છે. રાજીનામાને લઈ નિવદેન આપતા જણાવેલ કે, મારા અગંત કારણોસર રાજીનામું આપ્યું છે. હાલના સંજોગો મુજબ હું કઈ કામ કરી શકું તેમ નથી. હું બેવાર નગરપાલિકામાં પ્રમુખ રહી ચુક્યો છું. પ્રદેશ ભાજપનો આમંત્રિત કારોબારી સભ્ય છું. ભાવનગર જીલ્લામાં ઉપપ્રમુખ અને મંત્રી રહી ચુક્યો છું અને સતત ચુંટાતો આવ્યું છું અને પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે .
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement