શોધખોળ કરો
Gujarat Municipal Election 2021: 2015માં અમદાવાદની એક હજારથી ઓછા માર્જિનથી જીતેલી કઈ છ સીટ કોંગ્રેસે ગુમાવી ?
અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 158 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
![Gujarat Municipal Election 2021: 2015માં અમદાવાદની એક હજારથી ઓછા માર્જિનથી જીતેલી કઈ છ સીટ કોંગ્રેસે ગુમાવી ? Gujarat Municipal Election 2021: Congress loss 6 seat won by not more then 1000 vote of 2015 corpoatation election Gujarat Municipal Election 2021: 2015માં અમદાવાદની એક હજારથી ઓછા માર્જિનથી જીતેલી કઈ છ સીટ કોંગ્રેસે ગુમાવી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/23222804/Congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતના છ મહાનગર પાલિકાના મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. જેના પરથી શહેરી વિસ્તારોમાં લોકોનો ભાજપ પર ભરોસો અકબંધ હોવાનું ફરી એક વખત સાબિત થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 159 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. 1987માં ભાજપે પહેલીવાર મ્યુનિ.માં સત્તા સંભાળ્યા પછી અત્યાર સુધીની આ સૌથી મોટી જીત છે.
આ દરમિયાન ભાજપે 2015ની ચૂંટણીમાં એક હજાર કરતાં ઓછા મતથી હારેલી છ બેઠકો ફરીથી જીતી હતી. 2015ની ચૂંટણીમાં 40 બેઠકો પર હાર-જીતનું માર્જિન 1 હજાર કે તેથી ઓછા મતનું રહ્યું હતું. જેમાંથી આ ચૂંટણીમાં કોંગ્રેસે ચાંદખેડાની એક બેઠક જાળવી રાખી છે. જ્યારે 10 મતથી જીતેલી સરદારનગરની એક બેઠક ગુમાવી છે. આ ઉપરાંત સૈજપુરબોઘામાં પણ 2 બેઠકો અને બાપુનગરમાં 1 બેઠક ગુમાવી છે. જ્યારે ભાજપે લાંભામાં 2015માં 1012 મતથી જીત્યા હતા તે બેઠક ગુમાવી છે.
આ ઉપરાંત 2015માં સરસપુરમાં ભાજપે જે બે બેઠક ગુમાવી હતી તે આ વખતે પાછી મેળવી લીધી છે. આ વખતની ચૂંટણીમાં 192 બેઠકો પર 7 ઉમેદવારો એવા છે જેમની જીત માત્ર એક હજારથી ઓછા મતના માર્જિનથી થઈ છે. 2015માં કોંગ્રેસ પાસે જે પેનલો હતી તે પૈકીની ઇન્ડિયા કોલોની, જમાલપુર અને મક્તમપુરાની પેનલો પણ આ વખતે તૂટી છે. ભાજપે એક માત્ર કુબેરનગરની પેનલ ગુમાવી છે જે 2015માં ભાજપ પાસે હતી.
Rajkot: આ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નવા કોર્પોરેટર્સની યાદી, જાણો કોણ ક્યાંથી જીત્યું ?
રાશિફળ 24 ફેબ્રુઆરીઃ સિંહ, તુલા રાશિના જાતકો આ કામથી બચજો, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)