Gujarat Rain: અમદાવાદીઓ ઘરેથી નિકળતા પહેલા સાવધાન, અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ, વાસણા બેરેજનો એક દરવાજો ખોલવામાં આવ્યો
Gujarat Rain Update: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ઝાયડસ ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રસ્તા ઉપર પાણી ઓસર્યા નથી.
Gujarat Rain Update: અમદાવાદમાં પડેલા વરસાદ બાદ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં ઝાયડસ ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ રસ્તા ઉપર પાણી ઓસર્યા નથી. વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ કર્યાના દાવા પોકળ સાબિત થયા છે.
તો બીજી તરફ વાસણા બેરેજનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. 27 નંબરનો ગેટ ખોલવામાં આવ્યો છે. અમદાવાદમાં સવારના 6થી બપોરના 1 કલાક સુધી 23.18 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તરઝોનમાં નોંધાયો હતો જ્યાં 63 મીમી વરસાદ પડ્યો હતો. પશ્ચિમઝોનમાં 26.5 મીમી વરસાદ પડ્યો હતો. આ સિઝનનો કુલ 7.86 ઇંચ વરસાદ પડ્યો છે.
શહેરમાં પડેલા વરસાદમાં સરસપુર વિસ્તારમાં પાણી ભરાયા છે. સરસપુર વિસ્તારમાં આવેલા ભગવતીનગર સોસાયટીની બહાર પાણી ભરાયા છે. એક તરફ વરસાદી પાણી તો બીજી તરફ ગટરના પાણી બેક મારી રહ્યા છે. દર વર્ષે સામાન્ય વરસાદમાં અહીં ગટર ઉભરાય છે. જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદના હેબતપુરમાં વરસાદી પાણી ભરાયા છે. માર્ગ અને રહેણાક વિસ્તારમાં પાણી ભરાયા છે. હેબતપુર AMCમા ભળ્યા બાદ પણ લોકોને રાહત થઈ નથી.
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. પાર્શ્વનાથ ટાઉનશીપ તરફ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શહેરના નિકોલ વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. સમર્પણ ઘારા ફલેટના પાર્કિગમાં પાણી ભરાયા છે. નિકોલના ગોપાલ ચોક પાસે પણ વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગોપાલ ચોકથી શુકન ચાર રસ્તા પાસેનો રસ્તામાં પાણી ભરાયા છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. આ કડીમાં શહેરમાં ચમનપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાને કારણે વાહનચાલકો પરેશાન થયા છે.
વૈશાલી ફ્લેટના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું
આ ઉપરાંત બાપુનગરના વૈશાલી ફ્લેટના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. વૈશાલી ફ્લેટમાં અંદાજે 600 જેટલા ઘરના રહીશો સોસાયટીમાં પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. નેતાઓ વોટ લેવા માટે આવે પરંતુ સમસ્યાના નિરાકરણ માટે ન આવતા હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ઈમરજન્સીના કિસ્સામાં વરસાદી પાણી ભરાવાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણીના ઘૂસે તે માટે ગેટની બહાર નાની દિવાલ કરાવવા લોકો મજબૂર બન્યા છે.
રખિયાલ અજીત મીલ પાસેના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયું છે. અજીત મિલ ચાર રસ્તા પાસે એક તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રખિયાલ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તો તળાવ બન્યો છે. પ્રખ્યાલા પટેલ મિલ ચાર રસ્તાથી સરસપુર તરફ જવાના રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા છે. આ ઉપરાંત ધરણીધર બ્રિજ નીચે પાણી ભરાયા છે. શ્રેયસ ક્રોસિંગથી પરિમલ તરફ જવાના રસ્તે બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે રસ્તા પર ટ્રાફિકના દ્ર્શ્યો જોવા મળ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial