Meta Layoff: ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી એક વખત કરી છટણી, 10,000 કર્મચારીઓેને દેખાડ્યો બહારનો રસ્તો
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી એક વખત 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની ભૂતકાળમાં 11,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.
Meta Layoff Update: ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ ફરી એક વખત 10,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની ભૂતકાળમાં 11,000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.
મેટાના સીઈઓ માર્ક ઝૂકરબર્ગે પોતાના કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું છે કે અમે અમારી ટીમની સંખ્યામાં 10,000નો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, એવી 5,000 પોસ્ટ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે અત્યાર સુધી ભરતી કરવામાં આવી ન હતી.
મેટામાં આ છટણીને કંપનીમાં ચાલી રહેલા રિસ્ટ્રક્ચરિંગ સાથે જોડવામાં આવી રહી છે. કંપની તેના સંગઠન માળખામાં મોટા ફેરફારો કરી રહી છે તેમજ ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટને રદ કરી રહી છે. આ સિવાય કંપની હાયરિંગમાં પણ ઘટાડો કરવા જઈ રહી છે. મેટામાં 10,000 કર્મચારીઓની છટણીના સમાચાર બાદ મેટાના સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મેટાના શેરમાં પ્રી-માર્કેટ ઓપનિંગમાં 2 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
છટણીનું મુખ્ય કારણ અમેરિકન ટેક કંપનીઓ પર ગહન સંકટ છે. તેના ઉપર, મેટાના ખરાબ પરિણામોએ સમસ્યામાં વધારો કર્યો છે. મેટાની જાહેરાતની આવકમાં ઘટાડો થયો છે. અગાઉ નવેમ્બર 2022 માં, મેટાએ 11,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. 2004માં ફેસબુકની સ્થાપનાના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી છટણી કરવામાં આવી છે, જે ડિજિટલ એડવર્ટાઈઝિંગથી થતી આવકમાં ભારે ઘટાડો દર્શાવે છે.
Vodafone : હવે વોડાફોને કર્મચારીઓને આપ્યો ઝાટકો, લીધો આકરો નિર્ણય
દુનિયાભરના અનેક દેશોમાં મોટી મોટી દિગ્ગજ ગણાતી કંપનીઓ તેના કર્મચારીઓની મોટાપાયે છટણી કરી રહી છે. જેમાં હવે વોડાફોનનું પણ નામ ઉમેરાયું છે. વોડાફોને કહ્યું છે કે તે ઇટાલીમાં 1000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ છે કે કંપની ઇટાલીમાં તેના કુલ કર્મચારીઓના પાંચમા ભાગની નોકરીઓ ઘટાડવા માંગે છે.
યુનિયનોએ ગયા અઠવાડિયે જ રોઇટર્સને આ માહિતી આપી હતી. યુનિયનના બે અધિકારીઓએ કહ્યું હતું કે, બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ તેના ઇટાલી યુનિટનું કદ ઘટાડવા માંગે છે, જેના દ્વારા ખર્ચ ઘટાડવાની કંપનીની યોજનાને અમલમાં મૂકી શકાય છે.
વોડાફોન ઇટાલિયાએ તેના નિવેદનમાં શું કહ્યું?
ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર વોડાફોન ઇટાલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટતી આવક અને ઘટતા માર્જિનના કારણે કંપની ટેલિકોમ સેક્ટરમાં ભારે સ્પર્ધાત્મક દબાણનો સામનો કરી રહી છે. જેના કારણે કંપનીએ ઈચ્છા વગર પણ આ કડક નિર્ણય લેવો પડ્યો છે. કંપનીએ યુનિયનોની બેઠકમાં આ વિશે માહિતી આપી છે અને કહ્યું છે કે કંપનીએ તેના ઓપરેશનલ કામને વધુ ઝડપી ગતિએ સરળ બનાવવું પડશે. તેથી વોડાફોન ઇટાલિયા પાસે નોકરીઓ કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.