શોધખોળ કરો
Advertisement
ચેક માટે 1 જાન્યુઆરીથી લાગુ થઈ રહ્યા છે આકરા નિયમો, રાખવી પડશે આ સાવધાની નહીંતર.......
આરબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ગ્રાહકોને બેંકિંગ ફ્રોડથી બચવવા માટે આકરા નિયમો લાવી રહ્યું છે.
નવી દિલ્હીઃ બેંકિંગ ફ્રોડ પર કાબુ મેળવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 1 જાન્યુઆરીથી ચેકના લઈ નવા નિયમો લાગુ કરી રહ્યું છે. આરબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ગ્રાહકોને બેંકિંગ ફ્રોડથી બચવવા માટે આકરા નિયમો લાવી રહ્યું છે. જે સિસ્ટમ અંતર્ગત ગ્રાહકોને સાથે બેંકોએ પણ અનેક વાતોનું ધ્યાન રાખવું પડશે.
આરબીઆઈની આ સિસ્ટમ અંતર્ગત 50 હજાર કે તેથી વધુની રકમના ચેકની જાણકારી ફરી કન્ફર્મ કરાવવી પડશે. જોકે આમ કરવું કે નહીં તે ખાતાધારક પર નિર્ભર રહેશે. નવી સિસ્ટમ અંતર્ગત ગ્રાહક મોબાઇલ એપ, એટીએમ અને એસએમએસ જેવા માધ્યમોથી ચેક લખ્યાનું વિવરણ શેર કરી શકશે.
નવી વ્યવસ્થા અંતર્ગત ચેક જાહેર કરનારાએ હવે ચેકની મિનિમમ માહિતી જેવીકે લાભાર્થીનું નામ, ચૂકવવામાં આવતી રકમ, ઈલેક્ટ્રોનિક રૂપથી એસએમએસ, મોબાઈલ એપ કે ઈન્ટરનેટ બેંકિંગના માધ્યમથી શેર કરવી પડશે.
પોઝિટિવ પે મિકેનિઝનમ અંતર્ગત લાભાર્થીને આપતા પહેલા ગ્રાહકને ચેકનું વિતરણ, ચેકની આગળ અને પાછળનો ફોટો બેંક સાથે શેર કરવો પડશે. જે બાદ લાભાર્થી જે નામથી ચેક ઈસ્યુ કરવામાં આવ્યો છે તેને બેંકમાં ક્લિયર કરાવવા પહોંચશે તો બેંક અધિકારી આ પોઝિટિવ પે ફીચર દ્વારા અસલી ચેક અને ગ્રાહકે મોકલેલા ચેકના ફોટોની સરખામણી કરશે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement