શોધખોળ કરો
Advertisement
SBIએ કરોડો ગ્રાહકોને આપી ચેતવણી, કહ્યું- Instant Loan Appsથી સાવધાન નહીં તો....
બેંક અનુસાર અનેક નકલી મેસેજોમાં નકલી એપ્સ દ્વારા 5 મિનિટમાં કોઈપણ પેપર વર્ક વગર લોન આપવાની ઓફર આપવામાં આવે છે.
જો તમારી પાસે કોઈ એવો મેસેજ આવ્યો છે જેમાં કોઈ એપ દ્વારા મિનિટોમાં જ લોન આપવાની ઓફર આપવામાં આવે છે તો સાવધાન થઈ જાવ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને આવી નકલી ઇન્સ્ટન્ટ લોન એપ્સથી સાવધાન રહેવા માટે કહ્યું છે. એસબીઆઈએ કહ્યું કે, આ એક ફસાવવાની ચાલ હોઈ શકે છે.
બેંક અનુસાર અનેક નકલી મેસેજોમાં નકલી એપ્સ દ્વારા 5 મિનિટમાં કોઈપણ પેપર વર્ક વગર લોન આપવાની ઓફર આપવામાં આવે છે. એસબીઆઈ અનુસાર આ એક ટ્રેપ હોઈ શકે છે જેનાથી તમારા ખાતા ખાલી થઈ જાય છે.
એસબીઆઈએ શનિવારે એક ટ્વીટ કરીને આ નકલી એપ્સથી સાવધાન રહેવા કહ્યું છે. પોતાના ટ્વીટમાં એસબીઆઈએ કહ્યું, ‘નકલી ઇન્સ્ટન્ટ લોન એપ્સથી સાવધાન! મહેરબાની કરીને અનધિકૃત લિંક પર ક્લિક ન કરો. બેંકે કહ્યું છે કે એસબીઆઈ અથવા કોઈપણ અન્ય બેંકની લિંક જેવી દેખાતી લિંક પર પોતાની જાણકારી શેર ન કરવી.’
એસબીઆઈએ પોતાના ટ્વીટમાં કેટલીક સેફ્ટી ટીપ્સ આપી છે- લોન લેતા પહેલા ઓફર નિયમો અને શરતો વાંચી લો. શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી બચવું. ડાઉનલોડ કરતા પહેલા એપની ઓથેન્ટિસીટી ચેક કરી લો. SBIનું કહેવું છે કે, તમારી તમામ નાણાંકીય જરૂરિયાત માટે https://bank.sbi ક્લિક કરો. જણાવીએ કે, બેંક સમય સમય પર પોતાના ગ્રાહકોને ઓનલાઈન ફ્રોડને લઈને સાવચેત કરતી રહે છે.Beware of fraudulent instant loan apps! Please do not click on unauthorized links or provide your details to an entity impersonating as SBI or any other bank. Visit https://t.co/rtjaIeXXcF for all your financial needs.#SafetyTips #StayVigilant #CyberSafety #ThinkBeforeYouClick pic.twitter.com/wwJMnlJK1W
— State Bank of India (@TheOfficialSBI) January 9, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion