Gujarat Rain News: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ, વડાલીમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા હતા. સાબરકાંઠા-બનાસકાંઠામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી વડાલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ, ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ, બનાસકાંઠાના દાંતામાં 8.9 ઈંચ, ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ,સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ, ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ, તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ, દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ, ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ, ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ,ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ, મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ, નસવાડીમાં 1.5, નાંદોદમાં 1.4 ઈંચ, માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ,વસો, ભરૂચ, માણસામાં 1.3 ઈંચ, પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ,ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ,ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો હતો.



















