Sensex-Nifty All Time High: શેરબજારે ફરી રચ્યો ઇતિહાસ, સેન્સેક્સ પ્રથમવાર 81,000ને પાર
Sensex-Nifty All Time High:બીએસઈ સેન્સેક્સે આજના ટ્રેડમાં ફરી ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 81,000ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો છે.
Sensex-Nifty All Time High: બીએસઈ સેન્સેક્સે આજના ટ્રેડમાં ફરી ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 81,000ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો છે. જ્યારે સવારે બજારમાં મંદી જોવા મળી હતી. સેન્સેક્સ ઓલટાઇમ હાઇની સપાટીએ પહોંચ્યો હતો. નીચલા સ્તરેથી રોકાણકારોએ ખરીદી કર્યા બાદ સેન્સેક્સ 810 પોઈન્ટ વધીને 81,203 પોઈન્ટના વધારા સાથે હાઇ સપાટીએ પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ પ્રથમ વખત 24,700ની સપાટી વટાવીને 24,746.80 પોઈન્ટની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો છે. નિફ્ટીમાં નીચલા સ્તરેથી 234 પોઇન્ટની શાનદાર રિકવરી જોવા મળી છે.
200 પોઈન્ટ તૂટ્યા બાદ ગતિ પકડી
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારની શરૂઆત ખરાબ રહી હતી. BSE સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ ઘટીને 80,514.25 ના સ્તર પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ દિવસે આ ઈન્ડેક્સ 80,716.55 પર બંધ થયો હતો. શરૂઆત પછી સેન્સેક્સ થોડો સમય લાલ નિશાનમાં ટ્રેડિંગ કરતો રહ્યો અને 80,390.37ની નીચી સપાટીએ ગયો હતો. પરંતુ પછી અચાનક આ પ્રારંભિક ઘટાડા બાદ તેજી જોવા મળી હતી.
આ શેર્સમાં તેજીથી બજારને ટેકો મળ્યો હતો
ઘટાડા સાથે ખુલ્યા બાદ બજારે તેની ગતિ પાછી મેળવી હતી. દરમિયાન પાંચ શેર એવા હતા જેમાં સૌથી વધુ વધારો થયો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી MTNL શેર અને Justdial શેર ટોચ પર હતા, જ્યારે Justdialનો શેર 17.13 ટકાના વધારા સાથે 1212.55 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, MTNL નો શેર 16.76 ટકાના વધારા સાથે 61.89 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય QuikHeal શેર 12.50 ટકાના વધારા સાથે 611.70 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે OAL શેર 11 ટકાના વધારા સાથે 487.15 રૂપિયા પર હતો.
IDBI થી પતંજલિમાં તેજી
મિડકેપ અને લાર્જકેપ કંપનીઓમાં IDBI શેર 6.34 ટકા વધીને 803.05 રૂપિયા પર, ઈમામી ઈન્ડિયાનો શેર 3.87 ટકા, IOB શેરમાં 3.64 ટકા, Gillette Shareમાં 3.13 ટકા, રામદેવની કંપની પતંજલિના શેરમાં બે ટકાની તેજી જોવા મળી હતી.