(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: સેન્સેક્સ 220 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, જાણો Top Gainers
Closing Bell: મોટાભાગના સેક્ટર લાલ નિશાનમં બંધ થયા. કેપિટલ ગુડ્સ, પાવર અને રિયલ્ટી શેર્સમાં સાધારણ વધારો થયો.
Stock Market Closing, 7th February 2023: ભારતીય શેરબજાર સપ્તાહના સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું. સેન્સેક્સમાં 220 અને નિફ્ટીમાં 49 પોઇન્ટનો ઘટાડો થયો. મોટાભાગના સેક્ટર લાલ નિશાનમં બંધ થયા. કેપિટલ ગુડ્સ, પાવર અને રિયલ્ટી શેર્સમાં સાધારણ વધારો થયો.
આજે કેટલા પોઈન્ટનો થયો ઘટાડા
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 220.86 પોઈન્ટના ઘટાડા સાથે 60,286.04 પોઇન્ટ, નિફ્ટી 43.10 પોઇન્ટાના ઘટાડા સાથે 17721.50 પોઇન્ટ પર બંધ રહ્યા. જ્યારે બેંક નિફ્ટી 116.30 પોઇન્ટના વધારા સાથે 41,490.95 પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 334.98 ઘટાડા સાથે 60566.90 પોઇન્ટ પર અને નિફ્ટી 90.3 પોઇન્ટના ઘટાડા સાથે 17763.75 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. પોઇન્ટના ઘટાડા સાથે 41370.15 પોઇન્ટ પર બંધ રહી. બે દિવસમાં શેરબજારમાં 500થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો છે.
રોકાણકારોની સંપત્તિ
આજે રોકાણકારોની સંપત્તિ ઘટીને 266.05 લાખ કરોડ રૂપિયા થઈ છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે રોકાણકારોની સંપત્તિ ઘટીને 266.49 લાખ કરોડ થઈ હતી.
સેક્ટરોલ અપડેટ
આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઘટાડો થયો હતો જ્યારે બેન્કિંગ, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 10 વધ્યા અને 20 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 19 શેર ઉછાળા સાથે અને 31 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
વધેલા-ઘટેલા શેર્સ
કોટક મહિન્દ્રા 1.48 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.03 ટકા, બજાજ ફાઇનાન્સ 0.83 ટકા, બજાજ ફિનસર્વ 0.66 ટકા, લાર્સન 0.61 ટકા, ટીસીએસ 0.31 ટકા, એસબીઆઇ 0.21 ટકા, પાવર ગ્રીડ 0.5 ટકા, એચડીએફસી બેન્ક 0.5 ટકા સુધર્યા હતા. જ્યારે ટાટા સ્ટીલ 5.23 ટકા, આઇટીસી 2.65 ટકા, મારુતિ સુઝુકી 1.72 ટકા, એચસીએલ ટેક 1.58 ટકા, ટાટા મોટર્સ 1.50 ટકા, સન ફાર્મા 1.48 ટકા, એચયુએલ 1.33 ટકા, વિપ્રો સેન્ટ 1.33 ટકા, વિપ્રો 10 ટકા ઘટીને બંધ થયા.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60506.9ની સામે 4.42 પોઈન્ટ વધીને 60511.32 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17764.6ની સામે 25.50 પોઈન્ટ વધીને 17790.1 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41374.65ની સામે 138.45 પોઈન્ટ વધીને 41513.1 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ (ટકાવારીમાં) |
BSE Sensex | 60,270.78 | 60,655.14 | 60,063.49 | -0.39% |
BSE SmallCap | 27,955.04 | 28,077.64 | 27,875.33 | -0.16% |
India VIX | 14.13 | 14.88 | 13.665 | -3.83% |
NIFTY Midcap 100 | 30,663.80 | 30,760.15 | 30,502.80 | -0.02% |
NIFTY Smallcap 100 | 9,399.65 | 9,495.00 | 9,371.60 | -0.71% |
NIfty smallcap 50 | 4,244.85 | 4,292.15 | 4,235.40 | -0.79% |
Nifty 100 | 17,569.70 | 17,654.90 | 17,504.25 | -0.24% |
Nifty 200 | 9,207.30 | 9,249.45 | 9,171.25 | -0.21% |
Nifty 50 | 17,721.50 | 17,811.15 | 17,652.55 | -0.24% |