શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આજે કુલ 1427 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, રિકવરી રેટ 91.16 ટકા
રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4031 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા.
ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1540 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4031 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.16 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,95,365 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 14,913 એક્ટિવ કેસ છે, જ્યારે 1,95,365 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,817 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,14,309 પર પહોંચી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 13 લોકોને કોરોના ભરખી ગયો હતો.
રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા અને 69,735 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 80,33,388 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,33,548 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,33,386 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 162 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement