સાવરકુંડલાના મકાનમાં અચાનક ગેસ લીક થતાં મકાનમાં લાગી ભીષણ આગ, આગની જ્વાળામાં ઘર સ્વાહા
અમરેલી સાવરકુંડલાના વજલ પરામાં રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી જે કેસદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ.
અમરેલી સાવરકુંડલાના વજલ પરામાં રહેણાંક મકાનમાં ગેસ લીક થતાં ભયંકર આગ લાગી હતી.ઘટનાની જાણ થતા પાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પીજીવીસીએલ ટીમ પમ ઘટના સ્થળે પહોંચી હતી. પાલિકા સદસ્ય અને સામાજિક અગ્રણીઓ પણ મદદે દોડી આવ્યા હતા. એકાદ કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો સદભાગ્ય કોઈ જાનહાનિ નથી થઇ. જો કે ઘરવખરી અને મકાનને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
રાજસ્થાનનાં ભરતપુર બસ દુર્ઘટનામાં ભાવનગરના વધુ એક મહિલા યાત્રિકનું મોત થયું છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના ભરતપુર નજીક યાત્રાની બસને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા 12 ભાવનગરના યાત્રીઓના સ્થળ પર જ મોત થયા હતા. ત્યાર બાદ ભાવનગરમાં સારવાર દરમિયાન અન્ય 3 યાત્રાળુઓના મોત થયા હતા. જે મૃતકો તળાજાના દિહોર ગામના વતની હતા. જ્યારે આજે વધુ એક મહિલા સોનલબેન ધોયલનું નિધન થતા મોતનો આંકડો 16 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે, રાજસ્થાનના પુષ્કરથી ગોકુળ મથુરા દર્શન કરવા માટે બસ જઈ રહી હતી. એ દરમિયાન જયપુર હાઇવે પર ભરતપુર નજીક બસ ખરાબ થતા ઉભી રાખવામાં આવી હતી જ્યાં આ દુર્ઘટના ઘટી હતી.રાજ્યમાં આજે ત્રણ જગ્યાએ પાણીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. જેમાં ખેડા, ઉપલેટા અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ ઘટનામાં કુલ 6 લોકો પાણીમાં ડૂબ્યા છે. જેમાંથી 4 લોકોના મોત થયા છે જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો
Asian Games 2023: પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, ભારતને આજે ચોથો અને કુલ 73મો મેડલ મળ્યો
Bhavnagar: રાજસ્થાન બસ દુર્ઘટનામાં વધુ એક ભાવનગરના મહિલા યાત્રિકનું મોત, કુલ મૃત્યુઆંક 16 થયો
Crime: શિક્ષકની શરમજનક હરકત, આત્મહત્યાની ધમકી આપી વિદ્યાર્થિનીને શારીરિક અડપલાં કર્યા, ને પછી...
અમદાવાદમાં અહીંથી ઘી ખરીદતા હોય તો ચેતી જજો, અંબાજી પ્રસાદમાં ભેળસેળવાળુ ઘી વેચવાનો છે આરોપ